પ્લેન ક્રેશની ઘણી ઘટનાઓ છતા પણ સૌથી સુરક્ષિત કેમ મનાઈ છે હવાઈ સફર, આ છે તેનું કારણ

Air India Plane Crash: 12.6 લાખ વિમાનો ઉડાન ભરે છે ત્યારે એક અકસ્માત થવાની શક્યતા રહે છે. જો આપણે 2017થી 2023 વચ્ચે સરેરાશ જોઈએ તો 8.80 લાખ ફ્લાઇટ્સ દીઠ એક અકસ્માત નોંધાયો હતો.

પ્લેન ક્રેશની ઘણી ઘટનાઓ છતા પણ સૌથી સુરક્ષિત કેમ મનાઈ છે હવાઈ સફર, આ છે તેનું કારણ

Air India Plane Crash: ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને અકસ્માત નડ્યો. ગુરુવારે બપોરે 12 જૂને ટેકઓફ થયા પછી તરત જ વિમાન ક્રેશ થયું. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો છે. બાકી તમામ 241 લોકોના મોત નિપજ્યા છે. રહેણાંક વિસ્તારમાં થયેલા વિમાન ક્રેશને કારણે ઘણા સ્થાનિક લોકોના પણ મોત થયા છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના જેવા અકસ્માતો પહેલા પણ ઘણી વખત બન્યા છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અકસ્માતો પર નજર રાખતી સંસ્થા એવિએશન સેફ્ટીના અહેવાલ મુજબ 2017થી 2023 દરમિયાન દુનિયાભરમાં 813 વિમાન અકસ્માતો થયા છે, જેમાં 1473 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, વિમાન દુર્ઘટનાની આટલી બધી ઘટનાઓ છતા પણ હવાઈ મુસાફરીને સૌથી સુરક્ષિત કેમ માનવામાં આવે છે? લોકો તેને રોડ કે રેલ કરતાં વધુ મહત્વ કેમ આપે છે?

રોડ કે ટ્રેનમાં મુસાફરી કરતાં વધુ સુરક્ષિત છે
ભલે વિમાન અકસ્માતોમાં બચવાની લગભગ કોઈ શક્યતા ન હોવા છતાં હવાઈ મુસાફરીને હજુ પણ એકદમ સલામત માનવામાં આવે છે. વાસ્તવમાં રેલ કે રોડ દ્વારા મુસાફરી કરતી વખતે અકસ્માતો થવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં સીધી ટક્કર, ખોટો રસ્તો, વધુ ઝડપ જેવા પરિબળો શામેલ છે. જો કે, વિમાનમાં મુસાફરી કરતી વખતે આ બાબતોની કોઈ શક્યતા નથી. વિમાનો ત્યારે જ અકસ્માતોનું કારણ બને છે જ્યારે વિમાનમાં કોઈ ટેકનિકલ સમસ્યા હોય અથવા પાઇલટે SOPનું પાલન ન કર્યું હોય.

શું કહે છે આંકડા
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેફ્ટી રિપોર્ટ મુજબ 2023માં દુનિયાભરમાં 3.7 કરોડથી વધુ વિમાનો ઉડ્યા હતા અને આ સંખ્યા 2022 કરતા 17 ટકા વધુ હતી. આમ છતાં 2023માં ફક્ત એક જ અકસ્માત થયો હતો. આ રિપોર્ટ મુજબ જ્યારે 12.6 લાખ વિમાનો ઉડાન ભરે છે, ત્યારે અકસ્માત થવાની સંભાવના છે. જ્યારે 2022માં 13 લાખથી વધુ વિમાનો ઉડાન ભરે છે ત્યારે એક અકસ્માત થયો હતો. જો આપણે પાંચ વર્ષની સરેરાશ પર નજર કરીએ તો 8.80 લાખ ફ્લાઇટ્સ પર એક અકસ્માત નોંધાયો હતો. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આવો જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો 2018થી 2022 સુધી લગભગ 1.34 કરોડ મુસાફરો હવાઈ મુસાફરી કરે છે, તો તેમાંથી ફક્ત એક જ વ્યક્તિના મૃત્યુનું જોખમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news