પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ત્રણ બાજુથી PAKની ઘેરાબંધી
Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક અનેક આકરી કાર્યવાહી કરી છે. લેટેસ્ટ નિર્ણયમાં ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે.
Trending Photos
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ લડી રહ્યું છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. હવે આતંકવાદીઓને આશ્રય આપી રહેલા પાકિસ્તાનને તેની કિંમત ચૂકવવી પડી રહી છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરીને અને એરસ્પેશ બંધ કરીને પાડોશી દેશને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ભારત-પાક ડાક સેવા થઈ શકે છે બંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર ગંભીરતાથી વિચારી રહી છે કે પાકિસ્તાનની શિપિંગ લાઇન સુધીની પહોંચ પણ બંધ કરી દેવી જોઈએ. ટપાલ સેવાઓ પર પ્રતિબંધ મૂકવા અને પાકિસ્તાની આઈપી (વેબસાઇટ્સ) બ્લોક કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ભારતે બુધવારે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.
પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
હવે કોઈપણ પાકિસ્તાન રજિસ્ટર્ડ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહીના ભાગરૂપે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ પહેલાં પાકિસ્તાને ભારત માટે પોતાની એરસ્પેશ બંધ કરી દીધી છે.
પાકિસ્તાની સેનાના પ્રવક્તાની ગિદડ ધમકી
પાકના નેતાઓ સુધરવાનું નામ લઈ રહ્યાં નથી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હવે ગિદડ ધમકી આપી રહ્યાં કે, ભારત દ્વારા કરવામાં આવતી કોઈપણ દુસાહસનો જોરદાર જવાબ આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં હુમલો ક્યાં કરવો તે ભારતનો નિર્ણય હશે, પરંતુ અમે તેમને જણાવીશું કે આગળ આ ક્યાં સુધી લડાશે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ.
અમારી કસોટી ન કરો, દુસાહસનો જવાબ અપાશે
શરીફે તો ત્યાં સુધી કહ્યું કે, અમારી કસોટી ન કરો. 2019 માં પણ અમે કહ્યું હતું કે અમે તૈયાર છીએ. પરંતુ અમે યુદ્ધ ઇચ્છતા નથી. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર પણ પાછળ રહ્યાં નથી તેમણે ધમકી આપી છે કે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ શક્તિઓ છે. જો બન્ને દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો તે ફક્ત બન્ને દેશોને જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રને નુકસાન પહોંચાડશે. અમને આશા છે કે ભારત આવી ભૂલ નહીં કરે. જો યુદ્ધ થાય છે, તો અમે તૈયાર છીએ અને અમે સંપૂર્ણ તાકાતથી જવાબ આપીશું.
સાયરન સિસ્ટમ ચાલુ રાખવા સૂચના અપાઈ
પાકિસ્તાની નેતાઓ ગમે તેટલી બડાઈ કરે પણ તેમની હાલત ખૂબ જ ખરાબ છે. હુમલાના ભયને કારણે સરહદી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સાયરન લગાવવામાં આવી રહ્યા છે. નાના નાના વોર રૂમ બનાવવામાં આવી રહ્યા છે. એબોટાબાદ, ડીઆઈ ખાન અને પેશાવર સહિત સાત જિલ્લાઓમાં ચાર સાયરન લગાવવામાં આવ્યા છે, જ્યારે પ્રાંતના બાકીના દરેક જિલ્લામાં એક સાયરન લગાવવામાં આવ્યા છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે ભારત સાથે તણાવ વધી રહ્યો છે, એટલે જનતાને સમયસર માહિતી આપવા અને કોઈપણ હવાઈ હુમલાની જાણ કરવા માટે સાયરન સિસ્ટમ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. આ પાકિસ્તાનનો ફફડાટ દેખાઈ રહ્યો છે.
ત્રણ બાજુથી પાકિસ્તાનની ઘેરાબંધી
કૂટનીતિની રીતે જોઈએ તો પાકિસ્તાન માટે અત્યારે એકપણ સરહદ પર શાંતિ નથી. ઇમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે પણ પાકિસ્તાનની સરકારના સંબંધોમાં પહેલાં જેવી મીઠાશ નથી રહી. એટલે અત્યારે પાકિસ્તાનને અફઘાનિસ્તાન બોર્ડર પર સૈન્ય ચોકી એક્ટિવ રાખવી પડે છે. માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લડાકુઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી હતી અને બંધકોમાં પાકિસ્તાનના જવાનો પણ સામેલ હતા. તેમને છોડાવવામાં પણ પાકિસ્તાનની આંખે પાણી આવી ગયું હતું. બલૂચિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી સનસની મચી છે.
હવે પહેલગામમાં આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ક્યાં ભારત હુમલો ન કરે દે. આમ, અત્યારની સ્થિતિએ પાકિસ્તાન ત્રણેય તરફથી ઘેરાઈ ચૂક્યું છે, પરંતુ તેનું મુખ્ય ધ્યાન ભારત સાથેની બોર્ડર પર વધારે હોઈ શકે છે. આવા સમયે જો બલૂચિસ્તાનમાં ઊંચ-નીચ થાય છે તો સુરક્ષાની રીતે પાકિસ્તાન ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
પાકિસ્તાનની સેનામાં હજારો રાજીનામાંથી હડકંપ
ભારત હુમલો કરે એ ડરથી પાકિસ્તાની સેનામાં હડકંપ મચી ગયો છે. એવા અહેલાવો છે કે પાકિસ્તાની સેનામાં 2 દિવસમાં હજારો રાજીનામા આવી ગયા છે. ભારતને પરમાણું હુમલાની ગીદડ ધમકી આપતા હવે ફફડી ગયા છે. યુદ્ધ પહેલાં હથિયારો છોડી દેવાની હૌડ જામી છે. ભારતીય સેનાને ફ્રી હેન્ડ મળતાં પાકમાં ફફડાટનો માહોલ છે. પાકિસ્તાનથી આ સૌથી મોટા સમાચાર છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ પલવાશા ખાને તો અયોધ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની વાત કરી, તો બિલાવલ ભૂટ્ટોએ લોહી વહેવાની વાત કરી આડકતરી રીતે જંગનું એલાન કરી દીધું. જ્યારે રેલવેમંત્રીએ તો એટોમિક બોમ્બના નામ પણ ગણાવી દીધા. પણ હવે સેનામાં રાજીનામાથી પાકિસ્તાનમાં હાહાકાર મચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે