ચીનની સત્તામાં ભૂકંપ, પ્રવાસ પરથી પાછા ફરતાની સાથે જ વિદેશ મંત્રી બનનાર લિયુ જિયાનચાઓની ધરપકડ

Liu Jianchao Arrested: ચીનના રાજકારણમાં મોટો ઉલટફેર થયો છે. વરિષ્ઠ રાજદ્વારી અને વિદેશ મંત્રી પદના અગ્રણી દાવેદાર લિયુ જિયાનચાઓને તેમના વિદેશ પ્રવાસ પરથી પાછા ફરતાની સાથે જ પોલીસે અટકાયતમાં લીધા હતા. બેઇજિંગમાં આ અણધારી કાર્યવાહીથી સત્તાના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે, ખાસ કરીને કારણ કે લિયુને વર્તમાન વિદેશ મંત્રી વાંગ યીના અનુગામી તરીકે જોવામાં આવી રહ્યા હતા.
 

ચીનની સત્તામાં ભૂકંપ, પ્રવાસ પરથી પાછા ફરતાની સાથે જ વિદેશ મંત્રી બનનાર લિયુ જિયાનચાઓની ધરપકડ

Liu Jianchao Arrested: 61 વર્ષીય લિયુ જિયાનચાઓ હાલમાં વિદેશી રાજકીય પક્ષો સાથે કમ્યુનિસ્ટ પાર્ટીના સંબંધોનું સંકલન કરતી એકમનું નેતૃત્વ કરી રહ્યા હતા. 2022માં આ પદ પર તેમની નિમણૂક થઈ ત્યારથી, તેમણે 20થી વધુ દેશોની મુલાકાત લીધી છે અને 160+ દેશોના અધિકારીઓને મળ્યા છે. તેમના રાજદ્વારી અનુભવમાં ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સહિત ઘણા ટોચના વૈશ્વિક નેતાઓ સાથેની મુલાકાતોનો સમાવેશ થાય છે.

સંબંધિત વિભાગોએ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની અટકાયત ઉચ્ચ સ્તરીય રાજદ્વારી તપાસનો ભાગ હોઈ શકે છે. આ ઘટના 2023માં ભૂતપૂર્વ વિદેશ મંત્રી ક્વિન ગેંગને હટાવવાની યાદ અપાવે છે, જેમને તેમના ખાનગી જીવન સંબંધિત અફવાઓ બાદ બરતરફ કરવામાં આવ્યા હતા. આ બાબતે સરકાર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, અને સંબંધિત વિભાગોએ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો છે.

ઓક્સફોર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કર્યો

ઉત્તરપૂર્વીય પ્રાંત જિલિનમાં જન્મેલા, લિયુએ બેઇજિંગ ફોરેન સ્ટડીઝ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયા અને ઓક્સફોર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કર્યો. તેમણે બ્રિટન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં ચીનના મિશનમાં રાજદૂત તરીકે સેવા આપી છે. 

આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં પણ પ્રશ્નો ઉભા થયા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે, તેઓ તેમની સ્પષ્ટવક્તા શૈલી અને રમૂજી ટિપ્પણીઓ માટે જાણીતા હતા. ધરપકડથી માત્ર બેઇજિંગમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં પણ પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને ચીનની ટોચની વિદેશ નીતિ ટીમના ભવિષ્ય અંગે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news