કેવી રીતે જીવશે મનુષ્ય? જલવાયુ પરિવર્તને આપ્યું વધુ એક ટેન્શન, ચિંતામાં વધારો કરશે આ મહાસાગર

Climate Change: વૈજ્ઞાનિકોએ હાલમાં જ ક્લાઈમેટ ચેન્જ એટલે કે જલવાયુ પરિવર્તનને લઈ એક મોટી ચેતવણી જાહેર કરી છે. હાલમાં જ સામે આવેલ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, દુનિયાના બે ચોક્કસ વિસ્તારો ઝડપથી ગરમ થઈ રહ્યા છે.

કેવી રીતે જીવશે મનુષ્ય? જલવાયુ પરિવર્તને આપ્યું વધુ એક ટેન્શન, ચિંતામાં વધારો કરશે આ મહાસાગર

Climate Change: જેમ જેમ જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે, તેમ તેમ માનવીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં જ જલવાયુ વૈજ્ઞાનિક ડો. કેવિન ટ્રેન્બર્થના નેતૃત્વમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે, દુનિયાના મહાસાગર બે ચોક્કસ વિસ્તારમાં ઝડપથી ગરમ થઈ રહ્યા છે, જે દરિયાઈ જીવસૃષ્ટિ અને ભારે હવામાન ઘટનાઓ પર ગંભીર અસર કરી શકે છે. ટ્રેન્બર્થે તેને ચોંકાવનારું અને અત્યંત દુર્ભલ ગણાવ્યું છે. આ રિચર્સને આવનારા સમય માટે માનવીઓને બીજી એક મોટી ચેતવણી આપી છે.

કયા-ક્યા વિસ્તારો થશે પ્રભાવિત?
જર્નલ ઓફ ક્લાઇમેટમાં પ્રકાશિત આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, આ બન્ને વિસ્તારો જમીનના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં 40 ડિગ્રી અક્ષાંશની આસપાસ હાજર છે. દક્ષિણ ગોળાર્ધમાં મહત્તમ ગરમી 40 થી 45 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે ખાસ કરીને ન્યુઝીલેન્ડ, તાસ્માનિયા અને આર્જેન્ટિનાના પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળ્યું છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં 40 ડિગ્રી ઉત્તર અક્ષાંશની પાસે અમેરિકાનો પૂર્વ કિનારો અને જાપાનના નજીક સમુદ્ર વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.

રિસર્ચના પ્રમુખે શું કહ્યું?
ડો. ટ્રેન્બર્થે કહ્યું કે, જલવાયુ પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ગેસ છે અને તેમના દ્વારા ઉત્પન્ન થતી ગરમીનો મોટો ભાગ મહાસાગરો જ શોષી લે છે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે, આમાં કુદરતી ફેરફારોની ભૂમિકાને નકારી શકાય નહીં. રિચર્સ ટીમમાં ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સ, ઓસ્ટ્રિયાની યુનિવર્સિટી ઓફ વિયેના અને યુરોપિયન હવામાન એજન્સીઓના વૈજ્ઞાનિકો પણ સામેલ હતા.

દરિયાઈ જીવસૃષ્ટિને પહોંચશે નુકસાન
વૈજ્ઞાનિકોના મતે મહાસાગરોમાં થઈ રહે આ ઝડપથી તાપમાન દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી રહ્યું છે, વાતાવરણમાં પાણીની વરાળનું પ્રમાણ વધારી રહ્યું છે જે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે, સાથે જ તોફાન અને ભારે વરસાદ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. આ તાપમાન 2005થી જેટ સ્ટ્રીમની દિશામાં ફેરફાર અને સમુદ્રી પ્રવાહોમાં પરિવર્તનની સાથે જોવા મળી રહ્યું છે. સંશોધકોએ 2000 અને 2023 વચ્ચે 2000 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રના તાપમાન અને ઊર્જાનું માપન કર્યું અને તેની તુલના 2000-2004 ના સ્તર સાથે કરી.

જો કે, ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પણ ગરમી વધી રહી છે, પરંતુ અલ નીનો જેવી જલવાયુની અસરોને કારણે ત્યાં પેટર્ન એટલી સ્પષ્ટ નથી. હેરાન કરનારી વાત આ છે કે, 20 ડિગ્રી અક્ષાંશની આસપાસના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં કોઈ નોંધપાત્ર ગરમી જોવા મળી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news