જુલાઈ 2025માં આવશે ખતરનાક સુનામી! દરિયામાં ફાટશે જ્વાળામુખી, આ દેશોમાં તબાહી, શું છે ડરામણી ભવિષ્યવાણી?
baba vanga shocking prediction: જાપાની બાબા વેંગાએ વર્ષ 2025માં વધુ એક કુદરતી આફતની આગાહી કરી છે. સુનામી ફરી એકવાર તબાહી મચાવી શકે છે. આ વખતે સુનામી 4 દેશોને ત્રાટકશે. ચાલો જાણીએ કે સુનામીને લઈને શું આગાહી કરવામાં આવી છે?
Trending Photos
japani baba vanga ryo tatsuki: વર્ષ 2025 કુદરતી આફતોથી ભરેલું વર્ષ બનવા જઈ રહ્યું છે. આ ભવિષ્યવાણી જાપાનના 'બાબા વેંગા' રિયો તાત્સુકીએ કરી છે. નવી અપડેટ અનુસાર, જાપાની બાબા વેંગા કહે છે કે જુલાઇ 2025 માં એક વિશાળ સુનામી આવશે. સમુદ્ર ફરી એકવાર મોટા પ્રમાણમાં વિનાશ કરશે. તાત્સુકીએ આગાહી કરી છે કે જુલાઈ 2025 માં જાપાનના સમુદ્રમાં પાણીની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળશે અને વિસ્ફોટ પછી એક વિશાળ સુનામી આવશે. જાપાનની સાથે તાઈવાન, ઈન્ડોનેશિયા અને ઉત્તરી મારિયાના આઈલેન્ડ પણ સુનામીની ઝપેટમાં આવી શકે છે.
આ વર્ષે આવનારી આ કુદરતી આફત સુનામી 2011ની દુર્ઘટના કરતાં પણ મોટી દુર્ઘટના સાબિત થશે. તેમણે ધ ફ્યુચર આઈ સો નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે ઘણી આગાહીઓ કરી છે. જાપાનમાં 'બાબા વેંગા' એ સ્વયં-વર્ણિત દાવેદાર રિયો તાત્સુકી છે, જે જાપાની બાબા વેંગા તરીકે ઓળખાય છે. તેમણે પહેલેથી જ આગાહી કરી છે કે સુનામી માત્ર થોડા મહિનાઓ દૂર છે. જુલાઈ 2025માં સુનામી આવી શકે છે.
સમુદ્રની અંદર ફાટશે જ્વાળામુખી
અમે તમને જણાવી દઈએ કે વર્ષ 1999માં જાપાની બાબા વેંગા દ્વારા કથિત રૂપે એક ભવિષ્યવાણી સાચી ઠર્યા બાદ તેમનું પુસ્તક વર્ષ 2011માં પ્રખ્યાત થયું હતું. માનવામાં આવે છે કે તેમણે આટલા વર્ષોમાં ઘણી ચોંકાવનારી સાચી ભવિષ્યવાણીઓ કરી છે. સુનામીને લઈને કરવામાં આવેલી આગાહી મુજબ જો હવે મહાસાગરમાં સુપર સુનામી આવે છે તો જાપાનની સાથે ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, તાઈવાનને પણ મોટા પ્રમાણમાં વિનાશનો સામનો કરવો પડી શકે છે.
તાત્સુકીએ તેમના પુસ્તકમાં એક ભયાનક સુનામીનો ઉલ્લેખ કર્યો છે, જે 2011માં જાપાનમાં આવેલી સુનામી કરતાં ઘણી મોટી હશે. સુનામી જાપાન, ઈન્ડોનેશિયા, તાઈવાન અને ઉત્તરી મારિયાના ટાપુઓને જોડતા હીરાના આકારના વિસ્તાર પર પ્રહાર કરશે. જાપાનના દક્ષિણમાં સ્થિત આ હીરા આકારનો વિસ્તાર જ્વાળામુખીની જેમ વિસ્ફોટ થશે. લાવાના તાપને કારણે દરિયાનું પાણી ઉકળતું જોવા મળશે અને મોટા મોટા લાલ પરપોટા ઉછળતા જોવા મળશે. જ્યારે આના કારણે દરિયો ધગધગશે, ત્યારે દરિયાના વિશાળ મોજા ઉછળશે અને વિનાશ સર્જશે.
Ryo Tatsuki ની અન્ય ભવિષ્યવાણીઓ..
જાપાની બાબા વેંગાએ 1995માં કોબે ભૂકંપની આગાહી કરી હતી. 2011માં તેમણે ગ્રેટ ઈસ્ટ જાપાન ભૂકંપ અને સુનામીની આફતની આગાહી કરી હતી, જે સાચી પડી હતી. 11 માર્ચ 2011ના રોજ સુનામીની આગાહી સાચી પડી. માર્ચ 2011 ગ્રેટ ડિઝાસ્ટર કમ્સ નામના પુસ્તકમાં સુનામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાપાનના બાબા વાંગાએ તેમના પુસ્તકમાં કરેલી ભવિષ્યવાણી અત્યાર સુધી સાંભળેલી કે વાંચેલી સૌથી ભયાનક આગાહીઓમાંની એક છે.
જો કે જુલાઈમાં સુનામીની આગાહી સાચી પડશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ છેલ્લા 3 મહિનાના રેકોર્ડ પર નજર કરીએ તો ભવિષ્યવેત્તાઓએ કરેલી આગાહીઓને હળવાશથી ન લેવી જોઈએ. કારણ કે વર્ષ 2025ના પ્રથમ 3 મહિનામાં સમગ્ર વિશ્વમાં વિનાશક કુદરતી આફતો આવી છે. લોસ એન્જલસમાં લાગેલી વિનાશક આગથી લઈને થાઈલેન્ડ અને મ્યાનમારમાં આવેલા ઘાતક ધરતીકંપો સુધી અનેક લોકોએ જાન-માલનું નુકસાન કર્યું હતું. હવે જાપાનના બાબા વેંગા દ્વારા ભયાનક સુનામીની આગાહીએ સમગ્ર વિશ્વના લોકોની ચિંતા વધારી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે