NASAની ચેતવણી...75,491 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટરોઇડ

NASA Asteroid Alert : નાસાએ 2025 OW નામના એક એસ્ટરોઇડ વિશે ચેતવણી જાહેર કરી છે. તે ટૂંક સમયમાં પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. તેની પહોળાઈ લગભગ 210 ફૂટ છે અને તે 46,908 માઇલ પ્રતિ કલાકની ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે.

NASAની ચેતવણી...75,491 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટરોઇડ

NASA Asteroid Alert : 28 જુલાઈના રોજ 2025 OW નામનો એક એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થવાનો છે. તેની પહોળાઈ લગભગ 210 ફૂટ છે, જે એક વિમાન જેટલી છે. આ એસ્ટરોઇડ પૃથ્વીથી 3.93 લાખ માઇલ દૂરથી પસાર થશે. આ અંતર ઘણું લાગે છે, પરંતુ અવકાશની દ્રષ્ટિએ તે ખૂબ ઓછું છે.

પૃથ્વી માટે કેટલો ખતરો ?

નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે એસ્ટરોઇડ માટે 46,908 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધવું એકદમ સામાન્ય છે અને તેના વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના ઇયાન જે. ઓ'નીલેજણાવ્યું કે આ ખૂબ જ સામાન્ય છે. જો કોઈ ખતરો હોત, તો અમે માહિતી આપી હોત. તેમણે વધુમાં કહ્યું કે અમે હંમેશા અમારા પ્લેનેટરી ડિફેન્સ બ્લોગ પર ચેતવણીઓ જારી કરતા રહીએ છીએ.

શું ખરેખર આ સામાન્ય બાબત છે ?

નાસાના સેન્ટર ફોર નીયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝના વૈજ્ઞાનિક ડેવિડ ફાર્નોચિયા કહે છે કે પૃથ્વીની નજીકથી પસાર થતા અવકાશ ખડકો આપણા સૌરમંડળમાં ખૂબ જ સામાન્ય બાબત છે. જોકે એસ્ટરોઇડ 2025 OW નાસાના વૈજ્ઞાનિકો માટે ખૂબ મોટો છે, પરંતુ તેની ભ્રમણકક્ષાના જાણકારી હોવાથી કોઈ ખતરો નથી.

શું તે પૃથ્વી પરથી દેખાશે ?

જો તમે પણ અવકાશ પ્રેમી છો અને 2025 OW જોવાનું વિચારી રહ્યા છો, તો તેમના માટે ડેવિડે કહ્યું કે તે ટેલિસ્કોપ દ્વારા દેખાશે નહીં. પરંતુ તેમણે 2029માં બીજી એક રોમાંચક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે 2029માં એસ્ટરોઇડ એપોફિસ પૃથ્વીની નજીક આવશે. ફાર્નોચિયાએ કહ્યું, 2029માં એપોફિસ પૃથ્વીથી 38,000 કિમી દૂર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news