કાળા માથાના માનવીઓએ કર્યો એવડો મોટો કાંડ, એક ઝટકે બધુ ખતમ થઈ જશે, અત્યંત ડરામણો દાવો

ગ્લોબલ વોર્મિંગથી અંતરિક્ષમાં કાટમાળ વધી રહ્યો છે. જેનાથી ઉપગ્રહો અને અંતરિક્ષ યાત્રાને જોખમ છે. MIT ના રિસર્ચ મુજબ સદીના અંત સુધીમાં પૃથ્વીની નિમ્ન કક્ષામાં 82% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. 

કાળા માથાના માનવીઓએ કર્યો એવડો મોટો કાંડ, એક ઝટકે બધુ ખતમ થઈ જશે, અત્યંત ડરામણો દાવો

આપણી પૃથ્વી દિન પ્રતિદિન મુશ્કેલીમાં મૂકાતી જાય છે. પૃથ્વી પર વધુ એક જોખમ તોળાઈ રહ્યું છે. એક નવા અભ્યાસે ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિગ માત્ર આપણા ગ્રહને જ નહીં પરંતુ અંતરિક્ષમાં કક્ષાઓને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. જેનાથી ઉપગ્રહો અને અંતરિક્ષ યાત્રા માટે ગંભીર જોખમ પેદા થઈ રહ્યું છે. જે રીતે કોલસો, તેલ અને ગેસનું બળતણ ચાલુ છે તેમ તેમ આપણું વાયુમંડળ ગરમ થઈ રહ્યું છે. વિડંબણા એ છે કે આ ગરમી ઉપરી વાયુમંડળમાં ઠંડક પેદા કરે છે. જ્યાં અંતરિક્ષ શરૂ થાય છે. આ ઠંડક એક પાતળા વાતાવરણ માટે બને છે. પાતળા વાતાવરણનો અર્થ એ છે કે ઘર્ષણની કમી. ઘર્ષણ એ બળ છે જે સ્વાભાવિક રીતે અંતરિક્ષ કાટમાળને ધીમો કરે છે. જેનાથી તે પૃથ્વીના વાયુમંડળમાં પાછો પડે છે અને બળી જાય છે. આ કુદરતી સફાઈ તંત્રના નબળા થવાથી અંતરિક્ષ કાટમાળ હવે આપણી પૃથ્વીની કક્ષામાં ભેગો થઈ રહ્યો છે જેનાથી એક ખતરનાક જોખમ પેદા થઈ રહ્યું છે. 

અંતરિક્ષમાં ભીડભાડ, એક વધતું જોખમ
MIT ના રિસર્ચર્સે જાણ્યું છે કે સદીના અંત સુધીમાં નિમ્ન પૃથ્વી કક્ષામાં ઉપગ્રહો માટે ઉપલબ્ધ સ્થાનમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડો 82 ટકા સુધી હોઈ શકે છે. અંતરિક્ષ કાટમ્ળની આ ભયાનક ભીડ આપણઆ ગ્રહ માટે એક ગંભીર જોખમ છે. હાલમાં કાટમાળના લાખો ટુકડા, નિષ્ક્રિય ઉપગ્રહોના ટુકડાં, રોકેટના ભાગ અને અન્ય માનવ સર્જિત કાટમાળ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે જે અવિશ્વસનીય ગતિથી ભાગી રહ્યા છે. 

અથડામણનું જોખમ
અંતરિક્ષમા એક નાનકડી વસ્તુ પણ વિનાશકારી બની શકે છે. કલ્પના કરો કે એક નાનકડો પેન્ટનો ટુકડો 17,500 માઈલ પ્રતિ કલાકની ઝડપથી કોઈ ઉપગ્રહ સાથે અથડાય તો તેનો પ્રભાવ વિનાશકારી હશે, હવે કલ્પના કરો કે આ દ્રશ્ય લાખોવાર દોહરાવમાં આવે. કારણ કે અંતરિક્ષ કાટમાળનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ એક ભયાનક વાસ્તવિકતા છે જેનો આપણે સામનો કરી રહ્યા છીએ. વર્ષ 2009માં બે ઉપગ્રહોની અથડામણ થઈ હતી જેના કારણે હજારો કાટમાળના ટુકડાં અંતરિક્ષમાં વિખરાયા હતા. આ ઘટના અંતરિક્ષ કાટમાળના વધતા જોખમ અને આપણા ગ્રહ માટે તેના ગંભીર પરિણામોની એક ગંભીર યાદ  અપાવે છે. 

સંચારમાં વિધ્ન, ટેક્નોલોજી જોખમમાં
અંતરિક્ષ કાટમાળનો આપણા ઉપગ્રહો પર વિનાશકારી પ્રભાવ પડી શકે છે. જે આપણા દૈનિક જીવન માટે જરૂરી છે. આ ઉપગ્રહો સંચાર, નેવિગેશન, હવામાન પૂર્વાનુમાન, અને અન્ય અનેક મહત્વપૂર્ણ કાર્યોને શક્તિ આપે છે. કાટમાળ જોડે એક પણ ટક્કરથી વ્યાપક અડચણો આવી શકે છે. જેનાથી આપણી ટેક્નિકલ આધારશિલા અસ્તવ્યસ્ત થઈ શકે છે. 

અંતરિક્ષ કાટમાળનો મુદ્દો એક વધતું જોખમ છે જેના પર તાબડતોબ ધ્યાન આપવાની જરૂર છે. આપણે આ જોખમને ઓળખવાની અને અંતરિક્ષના સ્થાયી ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે પગલું ભરવાની જરૂર છે. તેમાં અંતરિક્ષ કાટમાળને ઓછો કરવો, હાલના કાટમાળને ટ્રેક કરવો અને તેના વધતા જોખમને ઓછો કરવા માટે નવા ટેક્નિકલ સમાધાન વિક્સિત કરવાના પ્રયત્નો સામેલ છે. આપણા ગ્રહની ચારેબાજુ અંતરિક્ષની સુરક્ષા અને સ્થિરીકરણ માટે એક સામૂહિક જવાબદારી છે જે એ આ પૃથ્વીને ભવિષ્યની પેઢીઓ માટે સુલભ અને સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news