અમેરિકા જતાં પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો, હજારો ભારતીયોને થશે મોટી અસર; હવે લેવા પડશે વિઝા બોન્ડ
Us Visa New Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વીઝા નિયમોને સતત કડક બનાવી રહ્યા છે. આ ક્રમમાં તેમણે ટુરિસ્ટ અને બિઝનેસ વીઝા માટે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ નવો પ્રોગ્રામ ભારતીયોનું ખિસ્સું ખાલી કરી શકે છે. ત્યારે ટ્રમ્પ પ્રશાસને કેમ આવો નિર્ણય કરવાની ફરજ પડી? કયા દેશના લોકો પર બોન્ડનો નિયમ લાગુ પડશે?
Trending Photos
Us Visa New Rules:ટ્રમ્પ વહીવટીતંત્ર શરૂઆતથી જ ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યું છે અને કડક વિઝા નિયમો લાગુ કરવા માટે જાણીતું છે. આ દરમિયાન અમેરિકા હવે એક નવો પાયલોટ પ્રોગ્રામ લઈને આવ્યું છે જે હેઠળ પ્રવાસી અને વ્યવસાયિક વિઝા પર અમેરિકા આવતા લોકોને વિઝા બોન્ડ તરીકે $15,000 એટલે કે 13 લાખ 16 હજાર રૂપિયાથી વધુ જમા કરાવવાનું કહેવામાં આવી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ કાર્યક્રમનો હેતુ વિઝા સમાપ્ત થયા પછી પણ દેશમાં રહેતા લોકોની સંખ્યા ઘટાડવાનો છે.
જી હા, તમે બરાબર સાંભળી રહ્યા છો. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ભારતીયો તેમના અળખામણા બની ગયા છે. આજ કારણ છે કે તેઓ અમેરિકામાં રહેતાં ભારતીયોને પાછા મોકલી રહ્યા છે અને હવે તેઓ ભારતીયો અમેરિકા ન આવી શકે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ટ્રમ્પ પ્રશાસને નવો વિઝા પ્રોગ્રામ કર્યો લોન્ચ
તેના પર નજર કરીએ તો નવો વિઝા પ્રોગ્રામ 20 ઓગસ્ટથી લાગુ થશે. આ પ્રોગ્રામ 1 વર્ષ માટે લાગુ કરવામાં આવશે. વિઝાની અરજી કરનારા પાસેથી 3 પ્રકારના બોન્ડ કરાવવામાં આવશે. જેમાં 5000, 10,000 અને 15,000 ડોલરના બોન્ડ હશે. બોન્ડની રકમ અમેરિકાના પ્રવાસ પછી પાછી આપવામાં આવશે.
આ પ્રોગ્રામમાં ટુરિસ્ટ વિઝા અને બિઝનેસ વિઝા મારફતે અમેરિકા આવતાં પ્રવાસીઓને હવે વિઝા બોન્ડ લેવા પડશે. આ પ્રોગ્રામ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે. કેમ કે લાખો વિદેશી પ્રવાસીઓ અને બિઝનેસ ડેટાનો સમય પૂરો થઈ ગયા પછી પણ રોકાતા હતા. જેમાં ભારતીયોને સૌથી મોટો ફટકો પડવાનો છે.
13 લાખ આપો, અમેરિકા આવો
નવા વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા ફરવા અને બિઝનેસ ટૂર પર જતાં ભારતીયો પર આર્થિક બોજો વધી શકે છે. પ્રોગ્રામમાં કયા-કયા દેશોને આવરી લેવામાં આવશે તેની માહિતી 15 દિવસ પહેલાં આપી દેવામાં આવશે. જેમાં ભારતને પણ સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. કેમ કે વિઝાના નિયમોના ભંગમાં ભારતીયોનો ઈતિહાસ સૌથી ખરાબ છે. એટલે વિઝા બોન્ડની રકમ માટે પહેલાં 13 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.
ટ્રમ્પ પ્રશાસને આવો પ્રોગ્રામ લોન્ચ કરવાની ફરજ એટલે પડી. કેમ કે વર્ષ 2022-23માં અમેરિકામાં 5 લાખથી વધારે લોકો વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં રહેતા પકડાયા હતા. જેમાં મોટાભાગે ભારતીયો હોવાનું ખૂલ્યું હતું. આ આંકડાને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે