ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતની 6 કંપનીઓને મળી સજા; લિસ્ટમાં સામેલ છે આ નામ

US Sanctions Indian Companies: અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે ઘણી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પ્રતિબંધનું કારણ ઈરાની કંપનીઓ સાથે પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોનો વ્યવહાર છે.

ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાની ભારતની 6 કંપનીઓને મળી સજા; લિસ્ટમાં સામેલ છે આ નામ

US Sanctions Indian Companies: અમેરિકાએ ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વ્યવસાયમાં સામેલ થવા બદલ ઘણી ભારતીય કંપનીઓ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ કદમથી લગભગ 6 ભારતીય કંપનીઓને અસર થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે આ અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.

બુધવારે કરવામાં આવી જાહેરાત
તમને જણાવી દઈએ કે આ પ્રતિબંધોની જાહેરાત બુધવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતીય કંપનીઓએ ઇરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને માર્કેટિંગ માટે ઇરાદાપૂર્વક વ્યવહાર પ્રવૃત્તિઓમાં વધારો કર્યો છે. પ્રતિબંધિત કંપનીઓમાં દેશના કેટલાક મુખ્ય પેટ્રોકેમિકલ વેપારીઓનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં અમેરિકા હાલમાં ઇરાન સામે મહત્તમ દબાણની નીતિ સાથે કામ કરી રહ્યું છે.

કઈ કઈ કંપનીઓ સામેલ છે?

1. અલકેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (Alchemical Solutions Pvt. Ltd)-  અમેરિકા દ્વારા સૌથી મોટો આરોપ આ કંપની પર લગાવવામાં આવ્યો છે. આ કંપની પર જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 વચ્ચે 84 મિલિયન યુએસ ડોલરથી વધુ મૂલ્યના ઈરાની તેલ ઉત્પાદનોની આયાત કરવાનો આરોપ છે.

2. ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ (Global Industrial Chemicals Ltd)- આ કંપની પર જુલાઈ 2024 માં જુલાઈ મહીનામાં US$51 મિલિયનથી વધુ મૂલ્યના મિથેનોલ અને ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

૩. જ્યુપિટર ડાઇ કેમ પ્રાઇવેટ લિમિટેડ (Jupiter Dye Chem Pvt. Ltd)- આ કંપની કથિત રીતે 49 મિલિયન યુએસ ડોલરથી વધુ કિંમતના ટોલ્યુનિ સહિત અનેક ઈરાની ઉત્પાદનો આયાત કર્યા હોવાનો આરોપ છે. આ આરોપ 2024 માં પણ કંપની પર લગાવવામાં આવ્યો હતો.

૪. રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની (Ramaniklal S Gosalia & Co)- આ કંપની પર 22 મિલિયન યુએસ ડોલરમાં મિથેનોલ અને ટોલ્યુનિ સહિત અનેક ઈરાની પેટ્રોકેમિકલ્સ ખરીદવાનો પણ આરોપ છે.

5. પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ (Kanchan Polymers)- આ કંપની પર ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 વચ્ચે ૧૪ મિલિયન અમેરિકી ડોલરના ઈરાની પેટ્રોકેમિકલ્સની આયાત કરવાનો આરોપ છે.

6. કંચન પોલિમર્સ (Kanchan Polymers)- આ કંપની પર ૧.૩ મિલિયન ડોલરથી વધુ કિંમતના ઈરાની પોલિઇથિલિન ઉત્પાદનો ખરીદવાનો આરોપ છે.

કંપનીઓ પર પ્રતિબંધની ભારત પર શું અસર થશે?

ટ્રમ્પ સરકાર દ્વારા પ્રતિબંધિત કંપનીઓ હવે અમેરિકા સાથે કોઈપણ પ્રકારનો વ્યવસાય કરી શકશે નહીં. આનાથી તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં નુકસાન થશે. આ કંપનીઓ બહુરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનો ભાગ છે, તેથી તેમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નાર્થ ઊભો થશે.

કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાથી નાણાકીય નુકસાન થવાની ખાતરી છે. આનાથી વિદેશી ભંડોળ, ભાગીદારી અને છેતરપિંડીની શક્યતાઓ વધી જાય છે. પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી શકે છે, ખાસ કરીને તે કંપનીઓ માટે જે અત્યાર સુધી ઈરાન સાથે વ્યવસાય કરી રહી છે.

આનાથી ભારત-અમેરિકા સંબંધોમાં પણ તણાવ પેદા થઈ શકે છે. ભારતને અમેરિકા અને ઈરાન વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news