OMG...આ વળી કેવો રૂમ? હનીમૂન માટે ટાપુ પર ગયેલા કપલે દરવાજો ખોલતા જ હોશ ઉડ્યા, જુઓ Video
Watch Trending Video: લગ્ન બાદ એક નવપરિણીત કપલ હનીમૂન પર ગયું અને ત્યાં રૂમ ખોલતા જ તેમને જે અનુભવ થયો....આ વીડિયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
Trending Photos
લગ્ન બાદ હનીમૂન પર જવું એ આજકાલ સામાન્ય છે. લોકો એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં તેમને શાંતિ અને કુદરતી સૌંદર્ય બંને મળે. હાલમાં જ એક નવા પરિણીત કપલે પોતાના હનીમૂનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ પોતાના હોટલના રૂમમાં દાખલ થાય છે પરંતુ અંદર જે નજારો જોવા મળે છે તેને જોઈને દંગ રહી જાય છે.
ખુલ્લી હોટલ, કોઈ દીવાલ કે બારી નહીં!
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @julieandcorey પર પોસ્ટ કરાયો છે જે જૂલી અને કોરી નામના કપલનું જોઈન્ટ એકાઉન્ટ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ હેલિકોપ્ટરથી એક સુંદર આઈલેન્ડ પર પહોંચે છે જ્યાં તેમની હોટલ છે. હોટલનો સ્ટાફ તેમના માટે દરવાજો ખોલે છે પરંતુ જેવા તેઓ અંદર જાય છે કે ચોંકી જાય છે.
વાત જાણે એમ છે કે હોટલના રૂમનો આખો ફ્રન્ટ ઓપન છે. કોઈ દીવાલ નથી, કે કોઈ બારી નથી કે કોઈ કાચ. સામે સુંદર ટાપુનો નજારો છે. રૂમની અંદર જ એક શાનદાર સ્વિમિંગ પુલ અને એક મોટો બેડ છે. એવું લાગે છે કે જાણે આ રૂમ સીધો કુદરત સાથે જોડાયેલો છે.
લોકો કરી રહ્યા છે કમેન્ટ
આ વીડિયો અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. હજારો લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. એક યૂઝરે જણાવ્યું કે આ કેરેબિયન ટાપુ પર સ્થિત જેડ માઉન્ટેન રિસોર્ટ છે. જે પોતાની અનોખી બનાવટ માટે જાણીતો છે. જો કે કેટલાક લોકોએ આ રૂમની પ્રાઈવસી અને સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. એક યૂઝરે કમેન્ટ કરી કે આ રૂમમાં તો ભાત ભાતના કીડા મકોડા, સાપ અને વાંદરા આવી શકે છે. અન્ય એક યૂઝરે મજાકમાં લખ્યું કે જો કોઈને ઊંઘમાં ચાલવાની આદત હોય તો આ જગ્યા ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલાક લોકોએ તેને સ્વર્ગ જેવો અનુભવ ગણાવ્યો તો કેટલાકે તેને ડરામણો ગણાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે