Gardening Tips: છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ

Gardening Tips for monsoon season: ચોમાસામાં ઘરમાં રહેલા છોડમાં જીવાત થઈ જતી હોય છે. આ જીવાત છોડના પાન ખાઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં છોડમાં ફંગસ થવાનું જોખમ પણ વધી જાય છે. આ બધી જ સમસ્યાને દુર કરવા આ 5 દેશી ઈલાજ અપનાવી શકો છો. આ વસ્તુઓનો છંટકાવ કરવાથી જીવાત ભાગી જાય છે.
 

Gardening Tips: છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ

Gardening Tips for monsoon season: ચોમાસાની ઋતુના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. ખાસ કરીને આ ઋતુમાં ઘરમાં રાખેલા છોડને વધારે નુકસાન થાય છે. ઘણી વખત ચોમાસામાં છોડમાં જીવાત પડી જાય છે. આ જીવાત છોડના પાન ખાઈ જાય છે અને ધીરેધીરે છોડ સુકાઈ જાય છે. આ સિવાય ભેજવાળા વાતાવરણના કારણે છોડમાં ફંગસ, સફેદ જીવાત, લીફ ઈટર જેવા જંતુનું જોખમ વધી જાય છે. વરસાદમાં ભેજવાળા વાતાવરણના કારણે છોડમાં અલગ અલગ પ્રકારના જંતુનો ગ્રોથ વધી જાય છે જે તેના પાનને નુકસાન કરે છે.

ચોમાસામાં ઘરના ગાર્ડનને સેફ રાખવું હોય તો કેટલાક સરળ અને સસ્તા દેશી ઉપાય અપનાવી શકાય છે. ચોમાસામાં ઘરમાં રહેલા છોડમાં કેમિકલ યુક્ત વસ્તુઓ છાંટવી ન હોય તો તમે દેશી અને નેચરલ ઉપાય અપનાવી શકો છો. આ ઉપાયમાં કોઈ ઝેરી વસ્તુનો ઉપયોગ થતો નથી અને તે છોડને પણ નુકસાન નહીં કરે. આ વસ્તુઓ કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો ચાલો જાણીએ. 

હળદર અને છાશ 

ઘરમાં રાખેલા છોડમાં જો જીવાત થઈ જાય અને તેના પાન ઉપર ફંગસ દેખાતી હોય તો આ ઘરેલું ઉપાય સૌથી બેસ્ટ છે. એક લીટર છાશમાં બે ચમચી હળદર મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરેલો. છાશ અને હળદરનું મિશ્રણ છોડ ઉપર છાંટી દો. આ મિશ્રણ છોડ માટે એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ સાબિત થાય છે. છાશ અને હળદરનું મિશ્રણ છાંટવાથી ચોમાસામાં છોડ સડશે નહીં અને તેમાં રહેલી જીવાત પણ ભાગી જશે. 

લીમડાનું પાણી 

ચોમાસામાં ઘરમાં રાખેલા છોડમાંથી જીવાત બગાડવા માટે લીમડો પણ અસરદાર છે. કડવો લીમડો પ્રાકૃતિક કીટનાશક છે. થોડા પાણીમાં લીમડાના પાન મિક્સ કરી બરાબર ઉકાળો. પાણીનો રંગ બદલી જાય પછી તેને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પાણી છોડમાં છાંટી દેવું. આ પાણી છાંટવાથી સફેદ માખી અને ફંગલ્સ છોડમાં નહીં થાય. 

રાઈનો પાવડર 

સરસવ એટલે કે રાઈનો પાવડર છોડની માટીમાં મિક્સ કરી દેવાથી છોડમાં જંતુ વધતા નથી. આ ઉપાય શાકભાજીના છોડ માટે ખૂબ જ અસરકારક છે તેનાથી છોડનો ગ્રોથ પણ સારો થાય છે. 

લસણ અને મરચાનું મિશ્રણ 

છોડમાં સફેદ રંગના જંતુ દેખાતા હોય તો તેને ભગાડવા માટે 10 કળી લસણ અને 2 લીલા મરચાની પેસ્ટ બનાવો. આ પેસ્ટને 1 લીટર પાણીમાં મિક્સ કરો. આ પાણીને એક દિવસ સુધી ઢાંકી રાખો અને બીજા દિવસે સ્પ્રે બોટલમાં ભરી છોડમાં છાંટી દો. આ મિશ્રણ કોઈ પણ પ્રકારના જીવાતને ભગાડી દેશે. 

રાખનો ઉપયોગ કરો 

લાકડા કે છાણાની રાખ છોડમાં છાંટી દેવાથી પણ જીવાત દૂર થાય છે. રાખમાં રહેલા મિનરલ્સ છોડને પોષણ પણ આપે છે અને જંતુને પણ ભગાડે છે. દર 10 થી 15 દિવસમાં છોડમાં રાખ નાખવાથી છોડમાંથી જીવાત દૂર થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news