અમેરિકાએ ભારત પર લગાવ્યો 25% ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, પ્રાપ્ત જાણકારી અનુસાર ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો છે.

 અમેરિકાએ ભારત પર લગાવ્યો 25% ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

વોશિંગટનઃ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી છે. હકીકતમાં ટ્રેડ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાણકારી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત અમારૂ મિત્ર છે, પરંતુ અમે ભારત સાથે છેલ્લા ઘણા વર્ષોમાં અપેક્ષાકૃત ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેના ટેરિફ ખૂબ વધુ છે, દુનિયામાં સૌથી વધુ છે.

નોંધનીય છે કે આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અમેરિકાને ભારતનું એક્સપોર્ટ 22.8 ટકા વધી 25.51 અબજ ડોલર થઈ ગયું, જ્યારે આયાત 11.68 ટકા વધી 12.86 અબજ ડોલર થઈ ગઈ છે.

Image

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે તેના મોટાભાગના શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે ચીનની સાથે, ભારત પણ રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં લોકોની હત્યા બંધ કરે, તો આ બધી બાબતો સારી નથી. ટ્રમ્પે આગળ લખ્યું, 'તેથી જ ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને દંડ ચૂકવવો પડશે.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news