Bank Holidays: સ્વતંત્રતા દિવસથી લઈને જન્માષ્ટમી, જાણો આ સપ્તાહે કેટલા દિવસ બેંક રહેશે બંધ

Bank Holiday August 11-17 2025: ઓગસ્ટ મહિનામાં તહેવારો શરૂ થઈ ગયા છે. આ સપ્તાહે સાતમ-આઠમ જેવા તહેવારો આવવાના છે. તો 15મી ઓગસ્ટ પણ આવી રહી છે. તહેવારોને કારણે બેંકમાં પણ રજાઓ રહેશે.
 

Bank Holidays: સ્વતંત્રતા દિવસથી લઈને જન્માષ્ટમી, જાણો આ સપ્તાહે કેટલા દિવસ બેંક રહેશે બંધ

Bank News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. આ રજાઓનું લિસ્ટ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. આ સપ્તાહે ઘણા તહેવારો સાથે સ્વાતંત્રતા દિવસ પણ છે. તેવામાં બેંકમાં રજાઓ રહેવાની છે. અમે તમને આ સપ્તાહે કેટલા દિવસ બેંક બંધ રહેશે તેની માહિતી આપીશું.

આ સપ્તાહે બેંકમાં રહેશે રજા
આ વખતે વીકેન્ડમાં બેંકોમાં રજાઓ રહેવાની છે. 15મી ઓગસ્ટે સ્વાતંત્રતા પર્વને કારણે દેશભરમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારબાદ શનિવાર, 16 ઓગસ્ટે જન્માષ્ટમીની રજાને કારણે બેંક બંધ રહેશે. ત્યારબાદ રવિવાર 17 ઓગસ્ટે દેશભરમાં બેંકમાં રજા રહેશે.

તો મણિપુરમાં 13 ઓગસ્ટે પણ બેંક બંધ રહેશે. બેંક બંધ હોય ત્યારે ઓનલાઈન તમામ કામકાજ તમે કરી શકો છો. પરંતુ જો તમારે બેંકમાં મહત્વના કામ હોય તો તમે રજાઓ શરૂ થતાં પહેલા કરી શકો છો. 

Bank Holidays list: August 11-17 2025
August 13 — (બુધવાર) —દેશભક્તિ દિવસ નિમિત્તે ઇમ્ફાલ (મણિપુર) માં બેંકો બંધ.

August 15 — (શુક્રવાર) — સ્વતંત્રતા દિવસ અને પારસી નવા વર્ષ (શહેનશાહી) અને જન્માષ્ટમીની ઉજવણી માટે ભારતભરની બેંકો બંધ રહેશે.

August 16 — (શનિવાર) — અમદાવાદ (ગુજરાત), આઈઝોલ (મિઝોરમ), ભોપાલ અને રાંચી (મધ્ય પ્રદેશ), ચંદીગઢ (યુટી), ચેન્નાઈ (તમિલનાડુ), દેહરાદૂન (ઉત્તરાખંડ), ગંગટોક (સિક્કિમ), હૈદરાબાદ (તેલંગાણા), જયપુર (રાજસ્થાન), કાનપુર અને લખનૌ (ઉત્તર પ્રદેશ), પટના (બીજી)માં બેંકો. (મેઘાલય), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર), અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) જન્માષ્ટમી (શ્રવણ વદ-8) અને કૃષ્ણ જયંતિના કારણે બંધ રહેશે.

August 17 — (રવિવાર) — રવિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news