Gold Rate Today: આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો, લેટેસ્ટ રેટ જાણી બધુ પડતું મૂકી લેવા દોડશો

Latest Gold Rate: સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજી બાદ સોનું વળી પાછું ગગડી રહ્યું છે.  ચાંદીમાં પણ એ જ સ્થિતિ છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો રિટેલ બજાર અને વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો. 

Gold Rate Today: આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો, લેટેસ્ટ રેટ જાણી બધુ પડતું મૂકી લેવા દોડશો

ઈક્વિટી માર્કેટમાં જ્યાં ટેરિફ અને ટ્રેડ ડીલના ટેન્શનના કારણે દબાણ જોવા મળી રહ્યું છે. ત્યાં ડોલરની મજબૂતી અને US Fedના નિર્ણયથી સોનું પણ સતત દબાણમાં જોવા મળી રહ્યું છે. ગોલ્ડ સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તો આ ઘટાડો છે જ પરંતુ સાથે સાથે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ કડાકાનો માહોલ છે. 

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 563 રૂપિયા ઘટીને 97,971 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 98,534 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત  કરીએ તો ચાંદીમાં આજે 140 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને  ભાવ 1,09,810 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 1,09,950 પર ક્લોઝ થયો હતો. 

કેરેટ પ્રમાણે ભાવ

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/WjGCC0PVb8

— IBJA (@IBJA1919) August 1, 2025

વાયદા બજારમાં ભાવ
ઘરેલુ વાયદા બજારમાં શુક્રવારે સવારે 10.30 કલાકે સોનું 323 રૂપિયાના ઘટાડા સાથે 97,764 રૂપિયાના લેવલ આસપાસ જોવા મળ્યું હતું. જે કાલે 98,087 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 176 રૂપિયાના કડાકા સાથે 1,09,796 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી હતી. જે કાલે ક્લોઝિંગમાં 1,09,972 ના સ્તરે હતી. 

વૈશ્વિક બજારમાં ભાવ
શુક્રવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધુ હલચલ જોવા મળી નહતી. પરંતુ તે સપ્તાહભરના કડાકા તરફ આગળ વધી રહ્યું હતું. મજબૂત ડોલરથી દબાણ જોવા મળ્યું. જેણે અમેરિકાની ટેરિફ નીતિઓથી ઉપજેલા વેપાર અનિશ્ચિતતાઓથી મળેલા સપોર્ટને પછાડી દીધો. 
વૈશ્વિક બજારમાં સોનું (Spot Gold) હાલ $3,287.65 પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. સંપૂર્ણ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનું 15 ટકા તૂટી ચૂક્યું છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર્સ 0.3%ના ઘટાડા સાથે $3,337.20 પર ટ્રેડ થઈ રહ્યું છે. 

ગોલ્ડ પર શું છે આઉટલૂક
ડોલર ઈન્ડેક્સ 29 મે બાદથી સૌથી ઉપરના સ્તરે પહોંચી ગયો. જેનાથી અન્ય મુદ્રાઓના ધારકો માટે સોનું મોંઘુ બન્યું. વિશ્લેષકોનું કહેવું છે કે સોનું છેલ્લા બે મહિનાથી $3,250 થી $3,450 ની રેન્જમાં બનેલું છે અને હવે તે નીચલા સ્તર તરફ આગળ વધી રહ્યું છે. જો ડોલર વધુ મજબૂત થયો તો આ રેન્જ બ્રેક થઈ શકે છે. 

અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણથી વ્યાજ દરોમાં કાપની આશા ઘટી ગઈ છે જેનાથી વગર વ્યાજે મળનારા રોકાણ સાધન જેમ કે સોનું દબાણમાં છે. જ્યાં સુધી વ્યાજ દરોમાં નરમી નહી આવે કે ડોલર નબળો નહીં પડે ત્યાં સુધી સોનામાં મોટી તેજીની આશા મર્યાદિત છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)       

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news