દર મહિને છે 15,000 રૂપિયા પગાર...તો મોદી સરકારની આ યોજનામાં મળશે 3000 રૂપિયા પેન્શન, જાણો કઈ રીતે ?
PM Shram Yogi Maandhan Yojana : મોદી સરકાર દ્વારા એક ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમારો પગાર મહિને 15,000 રૂપિયા છે, તો તમે સરકારની આ યોજનામાંથી 3,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો, ત્યારે આ લેખમાં આ યોજના વિગતવાર જાણીશું.
Trending Photos
PM Shram Yogi Maandhan Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં એવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આમાંની એક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજનામાં નાનું રોકાણ કરીને પેન્શનની વ્યવસ્થા કરી શકાય છે. જો કે, આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. ત્યારે આ લેખમાં આ યોજના વિશે વિગતવાર જાણીશું.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) એ સ્વૈચ્છિક અને યોગદાન આપતી પેન્શન યોજના છે. આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 60 વર્ષની ઉંમર પછી જેમની માસિક આવક રૂપિયા 15,000 સુધી છે, તમને 3,000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન આપે છે.
અસંગઠિત ક્ષેત્રમાં 30.51 કરોડથી વધુ કામદારો
અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં મોટાભાગે ઘરેલું કામદારો, શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ-કેરિયર્સ, હેન્ડલૂમ કામદારો, ઈંટોના ભઠ્ઠા કામદારો, મોચી, ચીંથરા પીકર્સ, ઘરેલું કામદારો, ધોબીઓ, રિક્ષાચાલકો, ભૂમિહીન મજૂરો, ખેતમજૂરો, બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકો અથવા અન્ય સમાન કામદારોનો સમાવેશ થાય છે. ઈ-શ્રમ પોર્ટલ મુજબ, 31 ડિસેમ્બર, 2024 સુધી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 30.51 કરોડથી વધુ કામદારો નોંધાયેલા છે.
યોજનાની વિશેષતાઓ
યોજનામાં કેન્દ્ર સરકાર 1:1 ના આધારે કામદારના યોગદાનની બરાબર ફાળો આપે છે. 18 વર્ષની ઉંમરે વ્યક્તિ 55 રૂપિયાના નજીવા રોકાણથી શરૂઆત કરી શકે છે. આ યોજના ફરજિયાત નથી પરંતુ સ્વૈચ્છિક છે. કામદારો ક્ષમતા અને જરૂરિયાતના આધારે યોગદાન આપી શકે છે. જો લાભાર્થીનું મૃત્યુ થાય છે, તો પત્નીને પેન્શનની રકમના 50 ટકા કુટુંબ પેન્શન તરીકે મળે છે. ફેમિલી પેન્શન ફક્ત પતિ/પત્નીને જ મળશે.
યોજનાની શરતો
- રોકાણ માટેની વય મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- માસિક આવક રૂપિયા 15,000 અથવા તેનાથી ઓછી હોવી જોઈએ
- કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) અથવા રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ આવતો ના હોવો જોઈએ. આ ઉપરાંત વ્યક્તિએ આવકવેરો ભરનાર ન હોવો જોઈએ
- લાભાર્થીને અન્ય કોઈ સરકારી પેન્શન યોજનાનો લાભ મળતો ન હોવો જોઈએ
- આધાર કાર્ડ, IFSC સાથે બચત બેંક ખાતું અથવા જન ધન ખાતું હોવું જોઈએ. આ સિવાય મોબાઈલનો ઉપયોગ કરતા હોવા જોઈએ. આ તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે