ભાજપે જૂનાગઢ મનપા અને અન્ય નગરપાલિકામાં હોદ્દેદારોની કરી નિમણૂંક, જાણો કોને મળી તક
ભાજપે આજે વિવિધ નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં હોદ્દેદારોની જાહેરાત કરી છે. જૂનાગઢને નવા મેયર મળ્યા છે તો અન્ય નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે.
Trending Photos
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. હવે ભાજપે જૂનાગઢ મહાનગર પાલિકા અને અન્ય નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ હોદ્દેદારોની નિમણૂંક કરાઈ જેમાં જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને પલ્લીબેન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ છે...જ્યારે મનન અભાણી શાસક પક્ષના નેતા બન્યા છે...
ગુજરાતમાં તાજેતરમાં પ્રથમ વખત 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો...જો કે ભાજપના વિજય બાદ આજે નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ,,,કરજણ, કુતિયાણા, સલાયા, ખેરાલુ, બીલીમોરા અને હારીજ સહિતની પાલિકાને પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો મળી ગયા. હારીજ નગરપાલિકામાં પક્ષપલટો કરનાર કિનલ મહેતાને લોટરી લાગી...ભાજપે ટેકો જાહેર કરતાં કિંજલ મહેતા હારીજ પાલિકાના પ્રમુખ બન્યા છે.. તો પોરબંદરની કુતિયાણા પાલિકામાં પ્રમુખ પદે શાંતિ ઓડેદરા અને ઉપપ્રમુખ કાના સરમણ જાડેજાનું નામ જાહેર થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે