5 વર્ષમાં 35000% રિટર્ન, 20 પૈસાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 3.50 કરોડ રૂપિયા

Stock market News: આ કંપનીના શેરની કિંમત પાંચ વર્ષ પહેલા 20 પૈસા હતી, પરંતુ આજે 71.62 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સના સ્ટોકે 35000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.

 5 વર્ષમાં 35000% રિટર્ન, 20 પૈસાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 3.50 કરોડ રૂપિયા

Multibagger Stock: તાજેતરમાં, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી, લગભગ તમામ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એટલે કે, હવે બચતથી લઈને ફિક્સ્ડ ખાતા સુધી, પહેલા જેવું વળતર મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં, લોકોનો ઝુકાવ શેરબજાર તરફ વધી રહ્યો છે. પરંતુ, શેરબજારના પોતાના જોખમો અને ફાયદા પણ છે.

પરંતુ આજે અમે તમને જે મલ્ટિબેગર સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેણે અજાયબીઓ કરી છે. આ સ્ટોકમાં રોકાણ કરનારા લોકો કરોડપતિ બની ગયા છે. અમે ઇસ્ટ ઇન્ડિયા ડ્રમ્સ અને બેરલ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વિશે વાત કરી રહ્યા છીએ.

પાંચ વર્ષમાં 35000 ટકા રિટર્ન
આ કંપનીના શેરની કિંમત પાંચ વર્ષ પહેલા 20 પૈસા હતી, પરંતુ આજે 71.62 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ્સના સ્ટોકે 35000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈએ પાંચ વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તે વધીને 3.5 કરોડથી વધુ થઈ ગયા હોત.

ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ એન્ડ બેરલ મેન્યુફેક્ચરિંગ કંપની, જે કેમિકલ, ઓઈલ અને અન્ય ઉદ્યોગો માટે બેરલ અને મોટા ડ્રમ્સનું ઉત્પાદન કરે છે, તેનું માર્કેટ કેપ બીએસઈ અનુસાર રૂ. 105.81 કરોડ છે અને તે દર વર્ષે 23 લાખથી વધુ ડ્રમ્સનું ઉત્પાદન કરે છે.

સ્ટોકે કર્યાં માલામાલ
આ કંપનીના સ્ટોકના જો એક વર્ષના રિટર્નની વાત કરીએ તો તેણે આશરે 2000 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જો કોઈએ એક વર્ષ પહેલા કંપનીમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ 20 લાખ રૂપિયા હોત. પાછલા વર્ષે જૂન મહિનામાં આ સ્ટોકનો ભાવ 33.40 રૂપિયા હતો, અને આજે 71.62 રૂપિયા થઈ ગયો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news