કમાલની છે આ સ્કીમ- મહિને ₹4500 નું રોકાણ કરો, 60 વર્ષે 1.56 કરોડ મેળવો, માસિક ₹51,848 પેન્શન પણ મળશે

NPS માં રોકાણ શરૂ કરો અને નિવૃત્તિ પર કરોડપતિ બનો! જાણો કેવી રીતે 21 વર્ષની ઉંમરે માસિક ₹4500 નું રોકાણ કરીને, તમે 60 વર્ષની ઉંમરે ₹1.56 કરોડ એકમ રકમ અને ₹51,848 માસિક પેન્શન મેળવી શકો છો. સંપૂર્ણ ગણતરી અને ફાયદાઓ સમજો.

 કમાલની છે આ સ્કીમ- મહિને ₹4500 નું રોકાણ કરો, 60 વર્ષે 1.56 કરોડ મેળવો, માસિક ₹51,848 પેન્શન પણ મળશે

NPS Calculator: શું તમે પણ નિવૃત્તિ બાદના જીવન માટે ચિંતા કરી રહ્યાં છો? તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં પૈસાની મુશ્કેલી ન રહે અને દર મહિને એક ચોક્કસ રકમ આવતી રહે? તો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તમારા માટે એક શાનદાર યોજના હોઈ શકે છે. આવો જોઈએ કઈ રીતે તમે નાની ઉંમરમાં થોડું-થોડું રોકાણ કરી નિવૃત્તિ માટે એક મોટું ફંડ અને નિયમિત પેન્શનની વ્યવસ્થા કરી શકો છો.

નિવૃત્તિની ચિંતા?
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ભારત સરકારની એક રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. તેનો ઉદ્દેશ્ય લોકોને તેના કામકાજી જીવન દરમિયાન બચત કરી અને નિવૃત્તિ બાદ નિયમિત આવકની ખાતરી કરવામાં મદદ કરવાનો છે. તેને જાન્યુઆરી 2004મા સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી અને 2009મા બધા નાગરિકો માટે ખોલવામાં આવી હતી.

21ની ઉંમરથી પ્લાનિંગ, 60માં ઠાઠ!
માની લો તમારી ઉંમર 21 વર્ષ છે અને તમે નિવૃત્તિની ઉંમર 60 વર્ષ નક્કી કરો છો. તો તમે  એનપીએસમાં દર મહિને 4500 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકો છો. આ રોકાણ તમારે 39 વર્ષ સુધી કરવું પડશે.

રોકાણ શરૂ કરવાની ઉંમર: 21 વર્ષ
નિવૃત્તિ ઉંમર: 60 વર્ષ
માસિક રોકાણ: ₹4,500
કુલ રોકાણ કેટલું હશે?
જો તમે દર મહિને ₹4,500 નું રોકાણ કરો છો, તો:
વાર્ષિક રોકાણ: ₹4,500 x 12 = ₹54,000
39 વર્ષમાં કુલ રોકાણ: ₹54,000 x 39 = ₹21,06,000 (એકવીસ લાખ છ હજાર રૂપિયા)
આ કુલ રકમ હશે જે તમારા ખિસ્સામાંથી જશે.

કેટલું બનશે ફંડ? (અંજાદિત)
NPS માં તમારા પૈસા વિવિધ ફંડ મેનેજરો દ્વારા ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. જો આપણે વાર્ષિક સરેરાશ 10% વળતર ધારીએ (બજારના પ્રદર્શન પર આધાર રાખે છે અને ગેરંટી આપવામાં આવતી નથી), તો 60 વર્ષની ઉંમરે અંદાજિત કુલ ભંડોળ: લગભગ ₹2.59 કરોડ (રૂપિયા બે કરોડ ઓગણપચાસ લાખ), આ ચક્રવૃદ્ધિની શક્તિ છે.

નિવૃત્તિ પર એક સાથે મળશે 1.56 કરોડ!
NPS ના નિયમો અનુસાર 60 વર્ષની ઉંમરમાં તમે કુલ જમા રકમના 60 ટકા જેટલા એક સાથે ઉપાડી શકો છો, જે ટેક્સ-ફ્રી હોય છે. કુલ કોર્પસના 60%: ₹2.59 કરોડના 60% =  લગભગ 1.56 કરોડ. આ રકમ તમને નિવૃત્તિ સાથે મળી જશે.

દર મહિને₹51,848 નું પેન્શન!
બાકીની 40% રકમ (₹2.59 કરોડ - ₹1.56 કરોડ = ₹1.03 કરોડ, જે ગણતરીમાં ₹1.04 કરોડની નજીક લેવામાં આવી છે) વાર્ષિકી ખરીદવામાં રોકાણ કરવી ફરજિયાત છે. આ વાર્ષિકીમાંથી તમને નિયમિત પેન્શન મળે છે.

એન્યુટી રકમ: આશરે ₹1.04 કરોડ
અંદાજિત વાર્ષિક એન્યુટી દર દર: 6% (આ દર બદલાઈ શકે છે)
માસિક પેન્શન: (₹1,04,00,000 * 6%) / 12 = ₹51,848 (આશરે)
જો તમે ઇચ્છો, તો તમે વાર્ષિકીમાં 40% થી વધુ રકમનું રોકાણ કરી શકો છો, જે પેન્શનમાં વધુ વધારો કરશે.

કઈ રીતે કરશો શરૂઆત? (NPS એકાઉન્ટ)
એકાઉન્ટ ટાઇપઃ NPS માં બે પ્રકારના એકાઉન્ટ હોય છે- ટિયર-1 (ફરજિયાત નિવૃત્તિ એકાઉન્ટ) અને ટિયર-2 (સ્વૈચ્છિક રોકાણ એકાઉન્ટ, તેને ટિયર-1 બાદ જ ખોલી શકાય છે.

ન્યૂનતમ રોકાણ: ટિયર-1 એકાઉન્ટને સક્રિય રાખવા માટે વાર્ષિક ઓછામાં ઓછા ₹1,000 જમા કરાવવા આવશ્યક છે.

રોકાણ વય મર્યાદા: તમે 18 થી 70 વર્ષની ઉંમરથી NPSમાં રોકાણ શરૂ કરી શકો છો અને 75 વર્ષની ઉંમર સુધી તેને ચાલુ રાખી શકો છો.

ટેક્સ બચાવવામાં શાનદાર!
NPS માં રોકાણ પર તમને આવકવેરામાં આકર્ષક છૂટ મળે છે
કલમ 80CCD(1): ₹1.5 લાખ સુધી (આ  80C ની સીધી મર્યાદામાં સામેલ છે).
કલમ 80CCD(1B): ₹50,000 ની વધારાની છૂટ (આ  80C ની ₹1.5 લાખની મર્યાદાથી અલગ છે).

કુલ મળી તમે NPS માં રોકાણ કરી 2 લાખ સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો. મેચ્યોરિટી પર મળનાર 60 ટકા અમાઉન્ટ પણ ટેક્સ ફ્રી હોય છે.

આ ફાયદા પણ છે ખાસ!
પોર્ટેબિલિટી: જ્યારે તમે નોકરી અથવા શહેર બદલો છો ત્યારે તમે તમારા NPS એકાઉન્ટને સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.

ઓનલાઈન ઍક્સેસ: તમે મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા ગમે ત્યાંથી તમારા NPS એકાઉન્ટનું સંચાલન કરી શકો છો.

ફંડ મેનેજર અને સ્કીમ પસંદ કરવાની સ્વતંત્રતા: તમે તમારી પસંદગીના ફંડ મેનેજર અને રોકાણ સ્કીમ (સક્રિય અથવા ઓટો પસંદગી) પસંદ કરી શકો છો.

ઘર બેઠા ખોલાવો ખાંતુ (ઓનલાઈન પ્રક્રિયા)
eNPS ની વેબસાઇટ  (enps.nsdl.com કે nps.karvy.com) પર જાવ
ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને તમારી વ્યક્તિગત જાણકારી, બેંક વિગત ભરો. મોબાઈલ ઓટીપીથી વેરિફિકેશન થશે.
તમારા પોર્ટફોલિયો (એક્ટિવ/ઓટો) અને ફંડ મેનેજરની પસંદગી કરો.
ઓળખ અને સરનામાના પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજ (જેમ કેન્સલ ચેક, ફોટો, સિગ્નેચર) અપલોડ કરો.
પ્રથમ કોન્ટ્રીબ્યુશન ઓનલાઈન જમા કરો. તમારો પરમિનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર  (PRAN) જનરેટ થઈ જશે.
e-Sign કે પ્રિન્ટ કરી ફોર્મ મોકલી KYC પૂર્ણ કરો.

Disclaimer: NPS માં રોકાણ બજારનો જોખમો અધીન છે. રિટર્નની કોઈ ગેરંટી નથી. અંદાજિત રિટર્ન અને એન્યુટી દરો માત્ર ઉદાહરણ માટે છે. રોકાણ કરતા પહેલા યોજના સાથે જોડાયેલા દરેક દસ્તાવેજો ધ્યાનથી વાંચો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news