એક સમાચારને કારણે લોકો ધડાધડ વેચવા લાગ્યા આ કંપનીના શેર, એક જ દિવસમાં થયો 17% નો ઘટાડો
BSE અને NSE બંને એક્સચેન્જ પર ફક્ત વેચાણના ઓર્ડર જ જોવા મળ્યા, ખરીદી સંપૂર્ણપણે ગેરહાજર હતી. કંપનીના MD અને CEO ગિરીશ કૌસગી 28 ઓક્ટોબર, 2025 થી તેમના પદ પરથી રાજીનામું આપશે.
Trending Photos
Stock Market: PNB હાઉસિંગ ફાઈનાન્સનો શેર શુક્રવારે ધડામ થઈ ગયો છે. પીએનબી હાઈસિંગના શેરમાં એક જ દિવસમાં 17.75 ટકા એટલે કે 175 રૂપિયાનો ઘટાડો થયો છે. બપોરે 12.20 કલાકે પીએનબી હાઈસિંગનો શેર 811.20 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ગિરીશ કૌસગીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા ગુરૂવારે રાજીનામું આપી દીધું હતું. આ કારણે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગિરીશ કૌસગીની ઓક્ટોબર 2022મા ચાર વર્ષના કાર્યકાળ માટે નિમણૂંક થઈ હતી. પીએનબી હાઉસિંગે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે મેનેજમેન્ટ જલ્દી નવા સીઈઓની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરશે.
ઘટાડી દીધો શેરનો ટાર્ગેટ
વિદેશી બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના શેર પર ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે. જોકે, બ્રોકરેજ હાઉસે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શેરનો ટાર્ગેટ ભાવ ઘટાડીને રૂ. 1100 કર્યો છે. બ્રોકરેજ હાઉસે અગાઉ કંપનીના શેર માટે રૂ. 1300નો ટાર્ગેટ આપ્યો હતો. બ્રોકરેજ હાઉસે એક નોંધમાં લખ્યું છે કે કૌસગીના રાજીનામાથી કંપનીની વૃદ્ધિ યોજનાઓ પર અનિશ્ચિતતા વધી છે. જોકે, તર્કસંગત મૂલ્યાંકનને જોતાં, બ્રોકરેજ હાઉસે ફક્ત સ્ટોકના ટાર્ગેટ ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે.
5 વર્ષમાં 375 ટકાની આવી છે તેજી
પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં છેલ્લા 5 વર્ષમાં 375 ટકા ઉછાળો આવ્યો છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીના શેર 31 જુલાઈ 2020ના 173.92 રૂપિયા પર હતા. કંપનીનો શેર 1 ઓગસ્ટ 2025ના 811 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના શેરમાં 180 ટકાથી વધુની તેજી આવી છે. પીએનબી હાઉસિંગ ફાઈનાન્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 746.10 રૂપિયા અને હાઈ લેવલ 1201.45 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે