સુરતના સામુહિક આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક : પતિના મોબાઈલમાંથી મળી પત્નીની ચેટ અને વીડિયો

Surat Family Suicide ; સુરતમાં પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ આપઘાત કર્યાનું સામે આવ્યું.... પોલીસને મોબાઈલમાંથી મેસેજ અને વીડિયો મળી આવ્યા.... પત્નીના આડા સંબંધના કારણે પતિ અન બે બાળકોએ જીવન ટૂંકાવ્યું....
 

સુરતના સામુહિક આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક : પતિના મોબાઈલમાંથી મળી પત્નીની ચેટ અને વીડિયો

Surat News : સુરતમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં પિતાએ પોતાના બે પુત્રો સાથે આપઘાત કર્યો હતો. 3 અને 8 વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો હતો. ત્યારે પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પોલીસને મોબાઈલમાંથી મેસેજ અને વીડિયો મળી આવ્યા છે. 

સુરતના જિલ્લા પંચાયત ક્વાટર્સમાં ગત રોજ સાંજે બે બાળકોને ઝેર આપી પિતાએ આત્મહત્યા કરી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં પત્નીના અફેરથી ત્રાસીને પતિએ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસને પતિના મોબાઈલમાં પત્નીના ચેટ અને વીડિયો મળી આવ્યા છે. સાથે એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. 

સ્યૂસાઈડ નોટમાં પતિએ શું લખ્યું
પતિ દ્વારા આત્મહત્યા પહેલા 3 પાનાની સ્યુસાઇડ નોટ લખવામાં આવી છે. 3 માસ પહેલા જ પતિને પત્ની પર શંકા ગઈ હતી કે, તેની પત્નીનું સહકર્મચારી સાથે અફેર છે. પતિએ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો કે, અમે બંને પાંડેસરા પોલીસ લાઈનમાં રહેતા હતા ત્યારે એક બીજા સાથે આંખ મળી હતી. અમારા બંનેના 10 વર્ષ પેહલા પ્રેમ લગ્ન થયા હતા. પરંતું હવે પત્નીનું અફેર હોવાથી હું કંટાળી ગયો હતો. અનેક વાર પત્નીને સમજાવા છતાં કોઈ રસ્તો ના નીકળતા આખરે પગલું ભર્યું. 

ત્યારે મોબાઈલની ચેટના આધારે પોલીસ ગુનો દાખલ કરી શકે છે. મૃતક અલ્પેશ સોલંકીએ બે બાળકોને પેહલા કોલ્ડ્રિંગ્સમાં ઝેર પીવડાવી હત્યા કરી બાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. 

મૃતકના માતાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, મને મારા તરફથી લાગ્યું કે મારો દીકરો ટેન્શનમાં છે. વાતચીત કરે એટલે ખબર તો પડી જ જાય. એક દિવસ પૂછ્યું કે, બેટા શું થયુ. શું તમારા બંને વચ્ચે કોઈ ઝગડો ચાલે છે, કંઈ થયું હોય તો મને કહે. ત્યારે તો તેણે ના પાડી હતી. તેણે કંઈ જ ન થયું હોવાનું કહ્યું હતું. બસ અમારા વચ્ચે આટલી જ વાત થઈ હતી છેલ્લે. 

ગુરુવારે સાંજે સુરતમાં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 41) ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ સાબરકાંઠાના વતની છે. આજે અલ્પેશભાઈએ મોટા પુત્ર ક્રીશીવ (ઉ.વ. 8) અને નાના પુત્ર કર્નિશ (ઉ.વ. 2) સાથે આપઘાત કરી લીધો છે. બંને બાળકો બેડ પર મૃત પડ્યા છે જ્યારે પિતાનો મૃતદેહ લટકતી હાલતમાં ઘરમાંથી મળી આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news