3 કરોડ 91 લાખ 45 હજાર માત્ર વ્યાજથી કમાણી, 30 વર્ષની ઉંમરવાળા માટે SIP નો ધાંસૂ પ્લાન, મળશે ₹4.50 Cr

SIP Plan: 30 વર્ષની ઉંમરવાળા માટે પણ એસઆઈપી બેસ્ટ છે. મોટા રોકાણની જરૂર નહીં, બસ દરરોજ 100 રૂપિયા બચાવવાના છે. મહિને 3000 રૂપિયા ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ (Equity mutual funds) માં લગાવો અને 30 વર્ષ માટે છોડી દો. તેનાથી તમારી નિવૃત્તિનું પ્લાનિંગ થઈ જશે.

 3 કરોડ 91 લાખ 45 હજાર માત્ર વ્યાજથી કમાણી, 30 વર્ષની ઉંમરવાળા માટે SIP નો ધાંસૂ પ્લાન, મળશે  ₹4.50 Cr

SIP Plan: રોકાણ જેટલું નાની ઉંમરે શરૂ કરવામાં આવે એટલું સારૂ છે. પરંતુ આ કોઈ નિયમ નથી. રોકાણ મોડેથી શરૂ કરો પરંતુ સ્ટ્રેટેજી યોગ્ય હોય તો પૈસા બની શકે છે. 30 વર્ષની ઉંમરવાળા માટે પણ એસઆઈપી બેસ્ટ છે. મોટા રોકાણની જરૂર નહીં, બસ દરરોજ 100 રૂપિયા બચાવવાના છે. મહિને 3000 રૂપિયા ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ (Equity mutual funds) માં લગાવો અને 30 વર્ષ માટે છોડી દો. તેનાથી તમારી નિવૃત્તિનું પ્લાનિંગ થઈ જશે. 30 વર્ષ બાદ તમારી પાસે 4.50 કરોડ રૂપિયા હશે. તો 3 કરોડ 91 લાખ 45 હજાર તો માત્ર વ્યાજથી મળશે. આવો સમજીએ કેલકુલેશન.

Systematic Investment Plan: લાંબાગાળાની રણનીતિ આવશે કામ
પૈસા બનાવવા ઈચ્છો છો તો લોન્ગ ટર્મ સ્ટ્રેટેજી સૌથી સટીક કામ કરે છે. તમારી આવકમાંથી જરૂરી ખર્ચ કાઢી લો અને ત્યારબાદ માત્ર 100 રૂપિયાની બચત કરો. આ બચતને દર મહિને રોકાણ કરવાની છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન તમારા પૈસાને યોગ્ય દિશા આપશે અને રિટર્ન તમારા પૈસાને વધારતું જશે.

Equity Mutual Fund છે સારો વિકલ્પ
ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર પ્રમાણે જો તમારૂ મોટું ફંડ જોઈએ તો ઈક્વિટી મ્યુચુઅલ ફંડ્સ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઈન્વેસ્ટર 30 વર્ષની ઉંમરમાં પોતાનું પ્રથમ રોકાણ 3000 રૂપિયા કરે છે અને 30 વર્ષ સુધી નિયમિત રોકાણ કરશે તો મોટું ફંડ તૈયાર થઈ જશે. ઈક્વિટી મ્યુચુઅલ ફંડના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવું ફાયદાકારક છે.

Compounding નો મળશે મોટો ફાયદો
સલાહકારનું માનીએ તો તમારે 30 વર્ષ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. જો તમને અંદાજિત 15% વળતર મળે છે તો કરોડપતિ બનવાનો માર્ગ સરળ બની જાય છે. સૌથી મોટો ફાયદો કમ્પાઉન્ડિંગ છે. મતલબ, તમને 30 વર્ષમાં 15% સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે. પરંતુ, સૌથી વધુ મહત્વની બાબત એ સૌથી સચોટ ફોર્મ્યુલા છે, જે SIPમાં મૂલ્ય ઉમેરશે. આ ફોર્મ્યુલા સ્ટેપ અપ એસઆઈપીની છે. તમારે ફક્ત દર વર્ષે 10%નો સ્ટેપ-અપ રેટ જાળવવાનો છે.

SIP Plan: 10% સ્ટેપ-અપથી બનશે ₹4.50 Cr નું કોર્પસ
તમારી ઉંમર 30 વર્ષ છે. રોજના 100 રૂપિયા બચાવ્યા અને SIPમાં રોકાણ કર્યું. લાંબા ગાળાની વ્યૂહરચના 30 વર્ષ માટે છે. દર વર્ષે 10% સ્ટેપ-અપ કરવાનું રાખો. જો તમે 3000 રૂપિયાથી શરૂઆત કરી છે, તો તમારે આવતા વર્ષે તેમાં 300 રૂપિયાનો વધારો કરવો પડશે. 30 વર્ષ પછી તમારી પાસે 4,50,66,809 રૂપિયાની મેચ્યોરિટી રકમ હશે. SIP કેલ્ક્યુલેટર મુજબ, 30 વર્ષમાં તમારું કુલ રોકાણ 59,21,785 રૂપિયા હશે. પરંતુ, અહીં એકલા રિટર્નમાંથી નફો 3 કરોડ 91 લાખ 45 હજાર 025 રૂપિયા થશે. SIPમાં વળતરનો આ જાદુ છે. આ રીતે, સૌથી સચોટ ફોર્મ્યુલા સ્ટેપ-અપની મદદથી, તમારી પાસે 4 કરોડ 50 લાખ રૂપિયાનું જંગી ભંડોળ હશે.

SIP Superhit plan for 30 years of age investors, invest just rupees 3000 per month and get over 4 crore rupees on maturity check return calculation

ડિસ્ક્લેમર- મ્યુચુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને અધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો. અહીં સામાન્ય જાણકારી તરીકે કેલકુકેશન આપવામાં આવ્યું છે. પૈસા કેટલા બનશે તે તમારા રોકાણ અને સમય પર નિર્ભર કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news