સ્માર્ટ ફોન યોજના અંતર્ગત ગુજરાતના આ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ લીધો? કેટલી સહાય ચૂકવાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ. વધુમાં વધુ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈમાં વધારો કરાયો. 

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત ગુજરાતના આ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ લીધો? કેટલી સહાય ચૂકવાઈ

Gujarat Farmer Smartphone Scheme: રાજ્યના ખેડૂતો માટેની સ્માર્ટ ફોન યોજના અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના ૧,૫૩૨ ખેડૂતોને રૂ.૬૫,૬૨,૭૨૭ની સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, આ અંગે અરજીઓની વિપુલતાને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપી શકાય.

આ અંગે વિગતવાર માહિતી આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગોની જાણકારી, આધુનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાતનું નિવારણ, ખેતીવાડીની વિવિધ યોજનાઓ, સહાય માટેની ઓનલાઇન પ્રક્રિયાની માહિતી સરળતાથી મળી રહે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી આ યોજના શરૂ કરવામાં આવી છે. 

જે અંતર્ગત, અરજદાર ખેડૂતે ખરીદેલા ફોનની રકમના ૪૦ ટકા અથવા રૂ. ૬ હજાર - બેમાંથી જે ઓછું હોય, તેટલી રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પ્રકારે, તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૨,૬૬૫ અરજદારોને રૂ.૧,૨૫,૦૦,૮૬૦, જ્યારે નર્મદા જિલ્લામાં ૫૪૧ ખેડૂતોને રૂ.૨૩,૩૭,૯૩૭ની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રીશ્રીએ લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news