LG થી લઈને ટાટા કેપિટલ, આ વર્ષે દિગ્ગજ કંપનીઓના આવશે IPO, જાણો વિગત
આવનારા સમયમાં ઘણી દિગ્ગજ કંપનીઓના આઈપીઓ આવવાના છે. આ કંપનીના લિસ્ટમાં એનએસઈ, એનએસડીએલ, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસ, બોટ, એલટી, રિલાયન્સ જિયો, જેએસડબ્લ્યૂ સીમેન્ટ, એથર એનર્જી, ઝેપ્ટો, ફોનપે, ટાટા કેપિટલ અને ફ્લિપકાર્ટ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં પ્રાઇમરી માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી રહી નથી. પરંતુ આવનારા સમયમાં ઘણી દિગ્ગજ કંપનીઓ શેર બજારમાં એન્ટ્રી કરવાની છે. આ કંપનીઓના લિસ્ટમાં એનએસઈ, એનએસડીએલ, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસ, બોટ, એલટી, રિલાયન્સ જિયો, જેએસડબ્લ્યૂ સીમેન્ટ, એથર એનર્જી, ઝેપ્ટો, ફોનપે, ટાટા કેપિટલ અને ફ્લિપકાર્ટ સામેલ છે. તેવામાં આ કંપનીઓનો આઈપીઓ આવવાથી સેકેન્ડ્રી માર્કેટમાં પણ હલચલ જોવા મળી શકે છે.
મેનબોર્ડ આઈપીઓમાં આવી કમી
વર્તમાન સમયમાં શેર બજારની બદલાયેલી સ્થિતિને કારણે મેનબોર્ડ આઈપીઓમાં ઘટાડો થયો છે. એક્સપર્ટ પ્રમાણે પ્રમોટર્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ વર્તમાન સમયમાં પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ કંપનીઓની નજર તે વાત પર પણ છે કે એફઆઈઆઈના વેચાણમાં ઘટાડો થાય, ટ્રમ્પના ટેરિફ પ્લાનની સંપૂર્ણ જાણકારી સામે આવી જાય. એકવાર આ તમામ વિષયો પર સ્પષ્ટતા આવ્યા બાદ કોઈ દિગ્ગજ કંપનીના આઈપીઓમાં આશા રાખવી જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઘણી મોટી કંપનીઓના આઈપીઓ આવી શકે છે.
રિકવરી મોડમાં બજાર
વૈશ્વિક સ્તર પર અસ્થિરતા વચ્ચે છેલ્લા બે-ત્રણ સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં રિકવરી જોવા મળી છે. માર્ચ 21964 પોઈન્ટથી નિફ્ટીમાં 1400 પોઈન્ટ કે પછી 6.5 ટકાની તેજી જોવા મળી છે. ટ્રેડ ટેન્શન અને અમેરિકાની પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે માર્કેટની સ્થિતિ સારી નથી. તેમ છતાં ઘરેલું શેર બજારનું પ્રદર્શન સારૂ રહ્યું છે.
જે પાંચ મોટા આઈપીઓની પ્રતીક્ષા ઈન્વેસ્ટર કરી રહ્યાં છે તેમાં એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, એનએસડીએલ, ટાટા કેપિટલ, બોટ અને જેએસડબ્લ્યુ સીમેન્ટ છે. મહત્વનું છે કે એલજીના પ્રસ્તાવિત આઈપીઓમાં 10.18 કરોડ શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા થઈ શકે છે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે