Stock Market News: ₹7000 પર જશે ટાટાનો આ શેર, ખરીદવા માટે પડાપડી, 24માંથી 17 એક્સપર્ટની સલાહ- ખરીદી લો
Tata Group Trent Limited: ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ડ લિમિટેડના શેરોનું પરફોર્મન્સ ખાસ જાણો. આજે સવારે 2.3 ટકા ચડી ગયા હતા. જાણો એક્સપર્ટ્સે શું સલાહ આપી.
Trending Photos
ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડના શેરો આજે ગુરુવારે ટ્રેડ દરમિયાન ફોકસમાં છે. કંપનીના શેર આજે શરૂઆતી કારોબારમાં જ 2.3 ટકા ચડીને 5445 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા હતા. હકીકતમાં ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ ટાટા સમૂહના ટ્રેન્ટ પર 'આઉટપરફોર્મ' રેટિંગ સાથે કવરેજ શરૂ કરી છે. બ્રોકરેજે સ્ટોક માટે 7000 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે જેમાં બુધવારના બંધ ભાવ 5318.85 રૂપિયાથી 32% નો સંભવિત વધારો જોવા મળી રહ્યો છે.
બ્રોકરેજે શું કહ્યું
મેક્વેરીએ પોતાની નોટમાં લખ્યુ છે કે ટ્રેન્ટ વેલ્યૂ ટુ મિડ પ્રીમિયન સેગમેન્ટમાં ભારતનો અગ્રણી ફેશન રિટેલર છે. જે વિકાસ, રિટર્ન પ્રોફાઈલ અને ઈન્વેન્ટ્રી ટર્નઓવરમાં પોતાના એશિયન કોમ્પિટિટરથી સારું પરફોર્મ કરે છે. બ્રોકરેજને આશા છે કે આ ગતિ ચાલુ રહેશે. બ્રોકરેજે કહ્યું કે ભારતમાં ફેશનના ક્ષેત્રમાં વધતા વિવેકાધીન ખર્ચ પર આધારિત ટ્રેન્ટ એશિયામાં કેટલાક સારા રિટેલ વેચાણ મીટ્રિક્સનો દાવો કરે છે.
અત્રે જણાવવાનું કે હાલમાં જ કંપનીએ એવી જાહેરાત કરી છે કે તેના બ્રાન્ડ વેસ્ટસાઈડે અનેક શહેરોમાં વધુ 3 સ્ટોર ખોલ્યા છે જેનાથી તેમના સ્ટોરની કુલ સંખ્યા 244 થઈ છે. ત્રણ અલગ અલગ એક્સચેન્જ ફાઈલિંગમાં ટ્રેન્ટે જોધપુર, જયપુર અને ચેન્નાઈમાં ત્રણ નવા વેસ્ટસાઈડ સ્ટોર ખોલવાની જાહેરાત કરી.
અન્ય બ્રોકરેજનો મત
અત્રે જણાવવાનું કે આ મહિનાની શરૂઆતમાં કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝે ટ્રેન્ટને ₹5,150 ના ટાર્ગેટ પ્રાઈસ સાથે રિડ્યૂસ રેટિંગ આપ્યું હતું. કોટકને વેસ્ટસાઈડ અને ઝ્યૂડિયોના પોતાના નવા સ્ટોરના કારણે ટ્રેન્ટના રેવન્યૂ થ્રુપુટ પર દબાણ જોવા મળી રહ્યું છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં ગોલ્ડમેન સેક્સે કહ્યું હતું કે ટ્રેન્ટના શેરોમાં જોા મળેલી નબળાઈ પોઝીશન જોડવાનો એક અવસર છે. બ્રોકરેજે ટ્રેન્ટ પર 'ખરીદો' રેટિંગ આપ્યું છે, જેનો ટાર્ગેટ પ્રાઈસ ₹8,300 પ્રતિ શેર છે. રિલાયન્સ રિટેલ દ્વારા ભારતમાં ચીની ફેશન બ્રાન્ડ શીનને ફરીથી લોન્ચ કરવાના અને ટ્રેન્ટના ઝ્યૂડિયો અને આદિત્ય બિરલા ફેશનના વ્વયસાયો પર તેના સંભવિત પ્રભાવના રિપોર્ટ બાદ સ્ટોક અસ્થિર રહ્યો.
ટ્રેન્ટ પર કવરેજ કરનારા 24 એનાલિસ્ટમાંથી 17એ સ્ટોક પર 'બાય'ની રેટિંગ આપી છે. જ્યારે ત્રણે 'હોલ્ડ'નું રેટિંગ આપ્યું છે અને ચારે 'વેચી દો'નું રેટિંગ આપ્યું છે. ટ્રેન્ટના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 25% તૂટ્યા છે અને ₹8,345 ના પોતાના પીકથી લગભગ 35% નો ઘટાડો જોવા મળ્યો છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે