'નિરમા'ના પેકેટમાં હસતી છોકરીની અસલી કહાની તમને રડાવી દેશે, સ્કૂલેથી પરત ફરતી વખતે થયું હતું મોત
'સબકી પસંદ નિરમા' આ જિંગલ આપણે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કોણ છે તે છોકરી જે નિરમાના પેકેટમાં હસતી જોવા મળે છે? નિરમા બ્રાન્ડના સંસ્થાપકનો આ છોકરી સાથે શું સંબંધ હતો? આવો તમને જણાવીએ..
Trending Photos
અમદાવાદઃ નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત વર્ષ 1969મા થઈ હતી. કંપનીએ અનેક વખત ડિટર્જન્ટનું પેકેજિંગ બદલ્યું, પરંતુ દર વખતે એક વસ્તુ કોમન હતી. પેકેટમાં હંમેશા એક ડાન્સ કરતી છોકરી જોવા મળતી હતી. આ યુવતી કોઈ અન્ય નહીં પરંતુ નિરમા બ્રાન્ડના સંસ્થાપક કરસનભાઈ પટેલની દીકરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂત પરિવારમાં મોટા થયેલા કરસનભાઈ એક સમયે સરકારી નોકરી કરતા હતા. કેમેસ્ટ્રીમાં બીએસસી કરી ચૂકેલા કરસનભાઈ અમદાવાદની એક મોટી કોટન મિલમાં લેબ ટેક્નીશિયન હતા અને થોડા સમય બાદ ગુજરાતના જિયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી શરૂ કરી. આ નોકરી દરમિયાન કરસનભાઈને ડિટર્જન્ટનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.
કરસનભાઈ પટેલને એક દીકરી હતી, જેનું નામ નિરૂપમા હતું અને તેઓ તેમને પ્રેમથી નિરમા કહેતા હતા. એકવાર સ્કૂલેથી ઘરે આવવા સમયે નિરૂપમાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે તો કરસનભાઈએ નિરમા કંપની વિશે વિચાર્યું પણ નહોતું, પરંતુ જ્યારે વોશિંગ પાઉડર બ્રાન્ડ તેમણે શરૂ કરી તો તેને પોતાની દીકરી નિરૂપમાને સમર્પિત કરી અને બ્રાન્ડનું નામ રાખ્યું 'નિરમા.'
કરસનભાઈ દિવસે પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ કામમાંથી પરત ફર્યા બાદ તેઓ પોતાના બિઝનેસ આઈડિયા પર કામ કરતા હતા. તેમની સામે પાઉડર બનાવવાથી લઈને વેચવા સુધીનો પડકાર હતો.
આ સમયે કેટલીક મોટી ડિટર્જન્ટ બ્રાન્ડનો માર્કેટમાં દબદબો હતો. તે સમયે તેની કિંમત 13થી 15 રૂપિયા પ્રતિ કિલો હતી. કરસનભાઈએ નિરમા પાઉડરને માત્ર 3 રૂપિયામાં વેચવાનો શરૂ કર્યો અને તે ખુદ રસ્તા પર ઉતરીને વેચતા હતા.
અમદાવાદમાં આ વોશિંગ પાઉડર પ્રખ્યાત થઈ ગયો અને કરસનભાઈ શહેરમાં આવેલી પ્રોવિઝન સ્ટોરમાં નિરમા પાઉડર સપ્લાય કરવા લાગ્યા. કરસનભાઈ ખુદ સાયકલ લઈને દુકાનો પર સપ્લાય કરવા જતા હતા. ટીમ વધી તો કરસનભાઈની હિંમત પણ વધી. પછી તેમણે એક નિર્ણય કર્યો, ત્યારબાદ માત્ર અમદાવાદ જ નહીં દેશનો નંબર 1 ડિટર્જન્ટ બની ગયો નિરમા.
કરસનભાઈએ એક જાહેરાત કંપની સાથે વાત કરી અને નિરમા વોશિંગ પાઉડરની ટીવી જાહેરાત તૈયાર કરાવી. દૂરદર્શન પર હિંદી અને ગુજરાતી બંને ભાષામાં જાહેરાત આવી. નિરમાનું જંગલ- સબકી પસંદ નિરમા લોકોના દિલમાં પહોંચી ગયું. સસ્તો હોવાને કારણે દરેક વર્ગના લોકો તેને ખરીદવા લાગ્યા. પરંતુ બાદમાં સારી ક્વોલિટીમાં અન્ય ડિટર્જન્ટની એન્ટ્રી થતાં નિરમાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કરસનભાઈ પટેલનું વર્ષ 2010મા ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કર્યુ હતું. તેઓ નિરમા ફાઉન્ડેશન, નિરમા મેમોરિયલ ટ્રસ્ટ અને ચાણસ્મા રૂપપુર ગ્રામ વિકાસ ટ્રસ્ટ જેવા સામાજિક સંગઠનોથી જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે