Extra marital Affairs: જાણો એ 5 કારણો વિશે જેના લીધે પતિ પોતાની પત્નીને છેતરે
Extra marital Affairs: સંબંધોનો પાયો વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય છે. પ્રેમ અને વિશ્વાસના કારણે સંબંધો વર્ષો સુધી ચાલે છે. પરંતુ હવે સંબંધોની ઉંમર ટુંકી થતી જાય છે. આવું શા માટે થાય છે ચાલો જાણીએ.
Trending Photos
Extra marital Affairs: પતિ પત્નીના સંબંધો પ્રેમ અને વિશ્વાસ પર ટકેલા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે વર્ષો જૂના સંબંધમાં પણ તિરાડ પડી જાય અને સંબંધ તૂટી જાય છે. આવું સૌથી વધારે ત્યારે થાય છે જ્યારે એકબીજાની સાથે ચાલનાર બે વ્યક્તિમાંથી કોઈ એક બીજાને દગો કરે.
એક સર્વે અનુસાર 60% પુરુષો પોતાની પત્ની અથવા તો મહિલા મિત્રને દગો કરે છે. જોકે આ આંકડો પશ્ચિમી સમાજના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો પરંતુ આપણા સમાજમાં પણ એવી ઘટનાઓ અવારનવાર બને છે જેમાં પતિ પોતાની પત્નીને દગો કરે. આવું થાય ત્યારે એક પ્રશ્ન ઉભો થાય છે કે શું પુરુષોના સ્વભાવમાં જ દગો કરવાનું હોય છે ? અથવા તો એવું શું બને છે કે પુરુષો પોતાની પત્નીને છેતરે.
ભાવનાત્મક અસંતોષ
સંબંધોમાં દગો કરવાનું સૌથી મોટું કારણ ભાવનાત્મક અસંતોષ હોય છે. મોટાભાગના પુરુષો લાગણીને મહત્વ આપતા નથી. તેથી તેમને હંમેશા એવું લાગે છે કે તેમને ભાવનાત્મક સહયોગ મળતો નથી અને તેમની અપેક્ષા પ્રમાણે થતું નથી. આ સ્થિતિમાં તેઓ સંબંધની બહાર અન્ય વ્યક્તિમાં પોતાનો સંતોષ શોધવા લાગે છે.
કંઈક નવું કરવાની ઈચ્છા
મોટાભાગે પુરુષો હંમેશા કંઈક નવું નવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પુરુષો પોતાની રોજની જિંદગીમાં પણ રોમાંચક વસ્તુ કરવા ઈચ્છે છે જેના કારણે પોતાના સાથીને પણ બદલી દેતા હોય છે.
આદતોમાં તાલમેલનો અભાવ
કોઈ બે વ્યક્તિ એકસરખા હોતા નથી. તે જ રીતે પતિ-પત્ની પણ એકબીજાથી અલગ હોય તે સામાન્ય વાત છે. મહિલાઓ આ બાબતમાં એડજસ્ટ કરી લેતી હોય છે પરંતુ પુરુષો પોતાનાથી અલગ આદતો ધરાવતી સ્ત્રી સાથે એડજસ્ટ કરી શકતા નથી જેના કારણે તે બહાર મિત્રતા કરે છે. પોતાને અનુકૂળ પાત્ર શોધીને તેની નજીક જાય છે.
ઓફિસનું વાતાવરણ
પુરુષો જ્યાં કામ કરતા હોય ત્યાં દિવસમાં મોટાભાગનો સમય પસાર કરે છે દરેક કાર્ય સ્થળ પર મહિલાઓ પણ હોય છે. જે મહિલા સાથે તે કલાકોનો સમય પસાર કરે છે તેના માટે લાગણી પણ થઈ જાય છે અને તેની આદતો પણ પસંદ આવી જાય છે. ઓફિસમાં મહિલા મિત્ર સાથે મુલાકાત પણ સરળતાથી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં શક્યતા વધી જાય છે કે પતિ પોતાની પત્નીને દગો કરે.
ખરાબ સેક્સ લાઈફ
જો કોઈ કપલની સેક્સ લાઈફમાં સમસ્યા હોય તો તે સૌથી મોટું કારણ બની શકે છે અફેરનું. ખરાબ સેક્સ લાઈફની અસર પુરુષોના મન પર પડે છે જેના કારણે તે બીજી સ્ત્રી વિશે વિચારે પણ છે અને તેની નજીક જાય એવી શક્યતા પણ વધી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે