Warren Buffett એ આ 5 લોકોને દાન કર્યા 50 હજાર કરોડ રૂપિયા, જાણો શું કરે છે તે લોકો
Warren Buffett Net Worth: ડોનેશન પહેલા બફેની કુલ સંપત્તિ 152 અબજ ડોલર આંકવામાં આવી હતી. આ ડોનેશન બાદ તેઓ દુનિયાના પાંચમાંથી છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
Trending Photos
Warren Buffett Net Worth: વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંના એક વોરેન બફેટે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે તેમણે બર્કશાયર હેથવેના લગભગ 50 હજાર કરોડ રૂપિયા (6 બિલિયન ડોલર)ના શેર દાનમાં આપ્યા. આ દાન તેમનું અત્યાર સુધીનું સૌથી મોટું વાર્ષિક દાન છે. તમને જણાવી દઈએ કે, વોરેન બફેટ વર્ષ 2006 થી આટલા મોટા દાન આપી રહ્યા છે.
કોને મળ્યું બફેટનું આ દાન?
બફેટે પોતાના કુલ 1 કરોડ 23 લાખથી વધુ ક્લાસ B શેર દાન કર્યા છે. તેમાંથી 94 લાખ 30 હજાર શેર બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને મળ્યા છે. જ્યારે 9 લાખ 43 હજાર શેર Susan Thompson Buffett Foundation ને દાન કર્યાં છે. તો તેમના ત્રણ બાળકો દ્વારા ચલાવવામાં આવી રહેલા ત્રણ ફાઉન્ડેશન Howard G Buffett Foundation, Sherwood Foundation અને NoVo Foundation ને 6 લાખ 60 હજાર શેર પ્રત્યેકને આપવામાં આવ્યા છે.
દાનની કુલ રકમ હવે 5 લાખ કરોડ રૂપિયાથી વધુ
આ જાહેરાત સાથે વોરેન બફેટ અત્યાર સુધી કુલ 60 અબજ ડોલરથી વધુ (લગભગ 5 લાખ કરોડ રૂપિયા) દાન કરી ચૂક્યા છે. છતાં Reuters અનુસાર તેમની પાસે હજુ પણ Berkshire Hathaway માં 13.8 ટકા ભાગીદારી વધેલી છે.
નેટવર્થમાં ઘટાડો, છતાં ટોપ 10માં
દાન પહેલાં, બફેટની કુલ સંપત્તિ $152 બિલિયન હોવાનો અંદાજ હતો. આ દાન પછી, તેઓ પાંચમા ક્રમેથી વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આ દાન ગયા વર્ષે જૂનમાં તેમના $5.3 બિલિયન અને નવેમ્બરમાં $1.14 બિલિયનના દાનને વટાવી ગયું.
બફેટે શું કહ્યું?
94 વર્ષીય બફેટે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ હજુ પણ બર્કશાયર હેથવેના કોઈપણ શેર વેચવાના નથી. તેઓ 1965 થી આ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનું મૂલ્ય હવે 1.૦5 ટ્રિલિયન ડોલર છે અને Geico, BNSF રેલવે, Apple અને અમેરિકન એક્સપ્રેસ જેવી મોટી કંપનીઓમાં તેમનો હિસ્સો છે.
મૃત્યુ પછી દાનની સંપૂર્ણ યોજના નક્કી કરી
ગયા વર્ષે બફેટે તેમના વસિયતનામામાં સ્પષ્ટ કર્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિનો 99.5 ટકા ભાગ એક ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે. આ ટ્રસ્ટ તેમના ત્રણ બાળકો દ્વારા એકસાથે ચલાવવામાં આવશે અને તેમણે 10 વર્ષમાં તે પૈસાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશનને તેમના મૃત્યુ પછી કોઈ દાન મળશે નહીં.
બફેટ પરિવારનું ફાઉન્ડેશન શું કરે છે?
Susan Thompson Buffett Foundation, પ્રજનન સ્વાસ્થ્ય અને મહિલાઓના અધિકાર પર કામ કરે છે. તો Sherwood Foundation, Nebraska રાજ્યના એનજીઓ અને પ્રારંભિક શિક્ષણનું સમર્થન કરે છે. જ્યારે Howard G Buffett Foundation ભૂખમરી, માનવ તસ્કરી અને વૈશ્વિક સંઘર્ષો પર કામ કરે છે. NoVo Foundation ની વાત કરીએ તો તે હાશિયા પર રહેતી યુવતીઓ, મહિલાઓ અને આદિવાસી સમુદાયોની હકની લડાઈ લડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે