IITમાંથી અભ્યાસ, હીરો બનવા છોડી માઇક્રોસોફ્ટની નોકરી, બોલીવુડ પસંદ ન આવ્યું તો ક્રેક કરી UPSC

ફિલ્મ જગતમાં પ્રવેશ્યા પછી, મોટાભાગના લોકો ગ્લેમરમાં ફસાઈ જાય છે, પરંતુ એક અભિનેતા એવો છે જેણે પોતાના જીવનમાં ત્રણ મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા. IIT માંથી અભ્યાસ કર્યા પછી, આ વ્યક્તિ અભિનેતા બન્યો અને પછી UPSC પરીક્ષા પાસ કરી.

IITમાંથી અભ્યાસ, હીરો બનવા છોડી માઇક્રોસોફ્ટની નોકરી, બોલીવુડ પસંદ ન આવ્યું તો ક્રેક કરી UPSC

Entertainment News: મનોરંજનની દુનિયામાં ઘણા ચહેરા આવે છે, કેટલાક સિતારાની જેમ ચમકે છે, તો કોઈ સમયની સાથે ફીકા પડી જાય છે, પરંતુ કેટલાક એવા હોય છે જે પોતાનો અલગ રસ્તો બનાવી હંમેશા યાદ રાખવામાં આવે છે. અભય ડાગા એક એવું નામ છે. તેણે ટીવી પર અભિનય કરી ઓળખ બનાવી, પરંતુ તેનું લક્ષ્ય કંઈક અલગ હતું. જ્યારે મોટાભાગના કલાકારો  ગ્લેમરમાં અટવાયેલા રહે છે, ત્યારે અભયે તે દુનિયા છોડી દીધી અને એક નવું મુકામ પસંદ કર્યું. તેણે પોતાના અભિનયથી લોકોના દિલ તો જીત્યા જ, પણ ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષા UPSC માં 185મો રેન્ક મેળવીને IPS અધિકારી પણ બન્યો. અભિનયથી વહીવટી સેવા સુધીની આ સફર સામાન્ય નહોતી, તે એક એવા વ્યક્તિની સ્ટોરી છે જેણે દરેક તબક્કે પોતાને ફરીથી શોધ્યો. અભય ડાગા હવે એક નવી ભૂમિકામાં છે અને આ વખતે તે પડદા પર નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં દેશની સેવા કરી રહ્યો છે.

આ શોને કારણે મળી ઓળખ
અભય ડાગાએ ટીવી પર પોતાની ઓળખ સ્ટાર પ્લસના ઐતિહાસિક શો 'સિયા કે રામ'થી બનાવી, જ્યાં તેનું પાત્ર દર્શકોને લાંબા સમય સુધી યાદ રહ્યું. પરંતુ તેની સફર માત્ર અભિનય સુધી સીમિત નહોતી. અભયે  IIT ખડગપુરથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો અને પછી માઇક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીમાં સાયબર સિક્યોરિટી નિષ્ણાંતના રૂપમાં કામ કરવા લાગ્યો. તકનીકી ક્ષેત્રમાં આટલી સફળતા છતાં, તેનું મન કલા તરફ હતું. કોલેજના દિવસોમાં તેને થિએટરમાં રસ જાગ્યો અને અહીંથી તેની અભિનયની સફર શરૂ થઈ. અભ્યાસ અને ટેક કરિયરની સાથે-સાથે તેણે કેમેરા પર ખુદને સાબિત કર્યો, તે દેખાડતા કે જુસ્સો અને પ્રોફેશનલ સફળતા એક સાથે સંભવ છે. અભયની કહાની તે વાતનું ઉદાહરણ છે કે ટેલેન્ટ જો સાચી દિશામાં જાય તો તે દરેક મંચ પર ચમકે છે.

પહેલા કરતો હતો આ કામ
પરંતુ અભય ડાગાની કહાની અહીં પૂર્ણ થતી નથી, પરંતુ અહીંથી એક નવો અધ્યાય શરૂ થાય છે. એક એવો કલાકાર, જેણે અભિનયની દુનિયામાં ઓળખ બનાવી અને તકનીકની દુનિયામાં પણ શાનદાર મુકામ હાસિલ કર્યો. પછી તેણે એક અલગ દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો. વર્ષ 2018મા માઇક્રોસોફ્ટમાં સામેલ થઈ તેણે સાયબર સિક્યોરિટી ટીમના ભાગ રૂપે ભારતમાં વધતા ડિજિટલ ફ્રોડ વિરુદ્ધ કામ કર્યું. પરંતુ તેની અંદર કંઈક અલગ ચાલી રહ્યું હતું, એક નવું સપનું આકાર લઈ રહ્યું હતું. વર્ષ 2021મા લોકો કોવિડથી પરેશાન હતા ત્યારે અભયે બધુ છોડી એક પડકારજનક માર્ગ પસંદ કર્યો, UPSC ની તૈયારી. અભિનય અને ટેક્નોલોજીની દુનિયા બાદ આ તેના જીવનનો ત્રીજો વળાંક હતો, જ્યાં તેણે ફરી ખુબને સાબિત કરવાનો હતો. આ નિર્ણય માત્ર કરિયરનો નહીં, પરંતુ દેશની સેવા કરવાના સંકલ્પનું પ્રતીક હતો.

ત્રીજીવાર નવો માર્ગ પસંદ કર્યો
અભય ડાગાએ પોતાના સપનાની પટકથા ખુબ લખી અને તેને જીવ્યો પણ ખરા. માત્ર બે વર્ષની મહેનત બાદ તેણે 2023મા પ્રથમવાર યુપીએસસીની પરીક્ષા આપી અને દેશભરમાં 185મો રેંક મેળવ્યો. આ માત્ર એક પરીક્ષા પાસ કરવાની કહાની નથી, પરંતુ તે દર્શાવે છે કે કઈ રીતે એક વ્યક્તિ અલગ-અલગ માર્ગ પર ચાલી એક મજબૂત લક્ષ્ય સુધી પહોંચી શકે છે. અભય ડાગાએ પોતાના કરિયરમાં ત્રણ સફળતા મેળવી, એક અભિનેતા, એક ટેક્નોલોજી નિષ્ણાંત અને હવે એક સિવિલ સેવક. નવેમ્બર 2024મા તેણે હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી અને 2025મા તેને ઉત્તર પ્રદેશ કેડર મળી, પરંતુ તે મૂળ મહારાષ્ટ્રનો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news