Bollywood: ડબલ મીનિંગ ડાયલોગ્સ અને બોલ્ડ સીનથી ભરપુર હતી અમિતાભ બચ્ચનની આ ફિલ્મ, સેન્સર બોર્ડે કહી હતી 'અશ્લીલ'
Bombay To Goa Film Controversy: 1972 માં અમિતાભ બચ્ચનની એવી ફિલ્મ આવી હતી જેને જોઈને સેન્સર બોર્ડના સભ્યોના હોશ ઉડી ગયા હતા. આ ફિલ્મ ડબલ મિનિંગ ડાયલોગ અને બોલ્ડ સીનથી ભરપુર હતી. આ ફિલ્મને સેન્સર બોર્ડે અશ્લીલ ગણાવી હતી. જો કે આ ફિલ્મ રિલીઝ થયા પછી બ્લોકબસ્ટર સાબિત થઈ. તમને ખબર છે આ ફિલ્મ કઈ છે ?
Trending Photos
Bombay To Goa Film Controversy: કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેને સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે છે. સેન્સર બોર્ડ સુનિશ્ચિત કરે છે કે ફિલ્મના ડાયલોગ, સીન કે કોઈપણ ઘટના એવી તો નથી કે જેનાથી સમાજ પર કોઈ ખરાબ અસર થાય, અવ્યવસ્થા ફેલાય કે પછી ફિલ્મ દ્વારા લોકોને કોઈ ખોટો કે ખરાબ મેસેજ પાસ થાય. ફિલ્મોના જે સીન કે ડાયલોગમાં આ પ્રકારની આપત્તી જણાય છે તેના પર સેન્સર બોર્ડ કાતર ચલાવી દે છે.
આજે તમને એવી એક ફિલ્મ વિશે જણાવીએ જે 1972 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એટલા ડબલ મીનિંગ ડાયલોગ અને બોલ્ડ સીન હતા કે સેન્સર બોર્ડના સભ્યોએ આ ફિલ્મને અશ્લીલ કહી દીધી હતી અને પછી તેમાંથી અનેક ડાયલોગ અને સીન દુર કરવામાં આવ્યા.
જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે ફિલ્મ છે અમિતાભ બચ્ચન, અરુણા ઈરાની, શત્રુઘ્ન સિંહા અને મહેમુદની ફિલ્મ બોમ્બે ટુ ગોવા. આ ફિલ્મને U સર્ટિફેકેટ મેળવવા માટે 12 કટ કરવા પડ્યા હતા. આ કટ કર્યા પછી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી હતી.
ફિલ્મ બોમ્બે ટુ ગોવામાં કટ કરાયેલા સીન અને ડાયલોગ
- ફિલ્મની શરુઆતમાં મહેમૂદ એક મુસ્લિમ યાત્રીની દાઢી પકડી તેને કોથમીર કે કટ્ટે એવું કહે છે. આ સીન કાઢી નાખવામાં આવ્યો હતો.
-ફિલ્મમાં એક ડાયલોગ હતો જેમાં કહેવામાં આવ્યું હતું 'આપકી બેટી કુછ નહીં હિલાતી...' આ ડાયલોગને પણ કટ કરી બદલવામાં આવ્યો હતો.
- ફિલ્મમાં અભિનેત્રી અરુણા ઈરાનીના સ્વિમિંગ કોસ્ટ્યૂમના ક્લોઝઅપ શોટ લેવાયા હતા. જેને પણ કટ કરાવી દેવામાં આવ્યા હતા.
- ફિલ્મમાં વિલન બોલે છે કે 'બડા કુછ પબ્લિક કે લીએ ભી તો હોના ચાહીએ... ' આ ડાયલોગ પણ ડબલ મીનિંગ ગણી કટ કરાવવામાં આવ્યો હતો.
- ફિલ્મમાં એક જગ્યાએ એવો ડાયલોગ હતો કે 'મેં તુમ્હારે કપડે ઉતારકર તલાશી લૂંગી' જેમાં બોર્ડે કપડે ઉતારકર શબ્દ કઢાવ્યો હતો.
- મહેમુદ એક ડાયલોગ એવો પણ બોલે છે કે યે તેરા કેલા હૈ.. કેલા શબ્દને અશ્લીલ ગણી કટ કરાવ્યો હતો.
- ફિલ્મમાં ઈંદિા ગાંધીની સરકાર વિશે પણ ડાયલોગ હતા જેને સંવેદનશીલ ગણા હટાવવામાં આવ્યા હતા.
- એક સીન એવો પણ છે જેમાં કંડક્ટર ડાયલોગ બોલે છે કે ક્યોં હસ રહે હો, કુછ દિખ રહા હૈ ક્યા ? આ ડાયલોગ પણ કટ કરાવ્યો હતો.
- ફિલ્મમાં બસ ડ્રાઈવર અને તેની ગર્લફ્રેડ વચ્ચે સંભવિત કિસિંગ સી પણ હતો જેને દુર કરાવવામાં આવ્યો.
આ સિવાયના અનેક કટ પછી આ ફિલ્મને સર્ટીફિકેટ આપવામાં આવ્યું અને ફિલ્મ રિલીઝ થઈ. જો કે આ ફિલ્મ તેની કોમેડી અને ગીતના કારણે હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને હવે 70 ના દાયકાની ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે