આ શું થઈ રહ્યું છે? પતિએ શારીરિક સંબંધ માટે જીદ કરતા મધરાતે પત્નીએ હત્યા કરી નાખી, 15 દિવસ પહેલા થયા હતા લગ્ન
ઈન્દોરના કપલની હનીમૂન હોરર સ્ટોરીએ દેશભરમાં હડકંપ મચાવ્યો છે જ્યાં પત્ની સોનમે જ પતિ રાજાની નિર્મમ હત્યામાં મોટો ભોગ ભજવ્યો હવે આવો જ બીજો કિસ્સો મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યો છે જ્યાં લગ્નના 15 જ દિવસમાં પત્નીએ પતિની હત્યા કરી.
Trending Photos
ઈન્દોરના વેપારી રાજા રઘુવંશીની હત્યાનો મામલો હજું ઠંડો પણ નથી પડ્યો ત્યાં તો મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાથી એક હચમચાવી નાખતા સમાચાર આવ્યા છે. અહીં એક 27 વર્ષની મહિલાએ કથિત રીતે તેના 53 વર્ષના પતિ અનિલ લોખંડેની હત્યા કરી નાખી. આ ઘટના લગ્નના માત્ર 15 દિવસ બાદ ઘટી.
મીડિયા રિપોર્ટ મુજબ કુપવાડ એમઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર દીપક ભંડવલકરે કહ્યું કે મંગળવારે રાતે દંપત્તિ વચ્ચે ઝઘડો થયો હતો. બુધવારે રાતે લગભગ 12.30 વાગે જ્યારે અનિલ સૂઈ રહ્યો હતો ત્યારે રાધિકાએ તેના માથા પર કુહાડીથી ઘા કર્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. તેણે તેની પિતરાઈ બહેનને આ અંગે જણાવ્યું. અમે મહિલાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં હાજર કરી. કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી મહિલાની ધરપકડ કરાઈ છે અને તેને સાંગલી જિલ્લાના કુપવાડ તહસીલ સ્થિત તેના ઘરેથી કસ્ટડીમાં લીધી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો ખુબ સંવેદનશીલ છે અને અમે તમામ પહેલુંઓની તપાસ કરી રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે અનિલ લોખંડેએ 15 દિવસ પહેલા જ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. લોખંડેની પહેલી પત્નીનું કેન્સરથી મોત થયું હતું. આ લગ્નને પૂર્ણ કરવા માટે તે તેની નવી પત્ની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવા માટે જીદ કરતો હતો. જેથી કરીને રાધિકાને ખુબ ગુસ્સો આવી ગયો. તેણે પતિ પર કુહાડીથી વાર કરી હત્યા નિપજાવી. અધિકારીઓએ રાધિકા વિરુદ્ધ બીએનએસની કલમ 103(1) હેઠળ કેસ દાખલ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે