'શાનદાર એક્ટર છે અભિષેક...' Nepotismના મુદ્દા પર પહેલી વખત અમિતાભ બચ્ચનનું મોટું નિવેદન
Amitabh Bachchan On Abhishek Bachchan: નેપોટિઝમનો મુદ્દો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી ગરમાયેલો છે. હાલમાં જ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, અભિષેક કારણ વગર નેપોટિઝમનો શિકાર બન્યો છે.
Trending Photos
Amitabh Bachchan On Abhishek Bachchan: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચનના વખાણ કરવાની એક પણ તક છોડતા નથી. બિગ બી અવારનવાર અભિષેક બચ્ચનની એક્ટિંગના વખાણ કરે છે. અભિનેતા અભિષેકએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. આ દિવસોમાં અભિષેક તેની આગામી ફિલ્મ બી હેપ્પીને લઈને ચર્ચામાં છે.
આ ફિલ્મમાં અભિનેતા એક એવા પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે જે તેની પુત્રીનું સ્વપ્ન પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. બી હેપ્પી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ આવ્યું છે. બોલિવૂડના શહેનશાહે પણ આ ફિલ્મના ટ્રેલરની પ્રશંસા કરી છે અને આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, અભિષેક બચ્ચન કારણ વગર નેપોટિઝમનો શિકાર છે.
'એટલે નહીં કે હું તેનો પિતા છું...'
એક પોસ્ટમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનની કલા અને તેના ડેડિકેશનની ખૂબ જ પ્રશંસા કરી, જેમાં એક પોસ્ટ પર નેપોટિઝમ પણ વાત કરી હતી. તેમણે એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે 'અભિષેક બચ્ચન કારણ વગર નેપોટિઝમનો શિકાર બની ગયો છે, જ્યારે તેની ફિલ્મગ્રાફીમાં સારી ફિલ્મોની સંખ્યા ઘણી વધારે છે.'
બિગ બીએ અભિષેકને કહ્યું લવ યૂ
આ પોસ્ટ પર બિગ બીએ લખ્યું કે, આ પોસ્ટ તેમના વિચારો અને લાગણીઓ સાથે પણ મેળ ખાય છે. અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે 'મને પણ એવું લાગે છે... અને માત્ર એટલા માટે નહીં કે હું તેનો પિતા છું.' બીજી પોસ્ટ પર અમિતાભએ અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મ બી હેપ્પીનું ટ્રેલર શેર કરતા વખતે લખ્યું કે તેને 'એક્સ્ટ્રા ઓર્ડિનરી' પણ કહેવાય. અભિષેક બચ્ચનની ક્વાલિટીના પણ વખાણ કર્યા. બિગ બીએ કહ્યું કે, આ ઈનક્રેડિબલ છે. આ સાથે તેમણે અભિષેક માટે લવ યૂ ભય્યુ પણ લખ્યું હતું.
Abhishek you are extraordinary .. how you adapt and change with each film character is an art, which is incredible .. love you Bhaiyu https://t.co/Dl7sbHg8N4
— Amitabh Bachchan (@SrBachchan) March 4, 2025
14 માર્ચે સ્ટ્રીમ થશે આ ફિલ્મ
નોંધનીય છે કે, અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ બી હેપ્પી 14 માર્ચ 2025ના રોજ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રેમો ડિસોઝાએ કર્યું છે. આ ફિલ્મમાં અભિષેક સાથે ઇનાયત વર્મા, નોરા ફતેહી પણ જોવા મળશે. આ સાથે અભિષેક બચ્ચન પણ ફિલ્મ હાઉસફુલ 5માં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે