દાદીના ખાતામાંથી 80 લાખ ઉપાડી 'બાબૂ'ને આપી દીધા, પ્રેમજાળમાં ફસાઈ 15 વર્ષની સગીરા

Teenage Girl: સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગુરૂગ્રામમાં એક એવી ઘટના બની જે બધા માતા-પિતાની આંખ ઉઘાડી દેશે. 15 વર્ષીય સગીરા પ્રેમજાળમાં એવી ફસાઈ કે 80 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. 

દાદીના ખાતામાંથી 80 લાખ ઉપાડી 'બાબૂ'ને આપી દીધા, પ્રેમજાળમાં ફસાઈ 15 વર્ષની સગીરા

Blackmailer Lover: દિલ્હી પાસે આવેલા ગુરૂગ્રામમાં એક 15 વર્ષની સગીરાએ સોશિયલ મીડિયા પર મિત્રતાની મોટી કિંમત ચુકવવી પડી છે. એક યુવકે તેની અંગત તસવીરોને મોર્ફ કરી બ્લેકમેલ કરી. ત્યારબાદ ડરીને છોકરીએ પોતાની દાદીના બેંક ખાતામાંથી 80 લાખ રૂપિયા કાઢી ઠગોને ટ્રાન્સફર કરી દીધા. આ સિલસિલો ફેબ્રુઆરી 2024માં શરૂ થયો હતો અને આઠ મહિના સુધી ચાલતો રહ્યો. વારંવાર ધમકી મળવાને કારણે આ સગીરા ચુપચાપ પૈસા આપતી રહી. પરંતુ જ્યારે ખાતામાંથી પૈસા ખતમ થઈ ગયા અને બ્લેકમેલિંગ યથાવત રહ્યું તો ઘટના સામે આવી હતી. 

તેની તસવીરો લઈ લીધી અને..
હકીકતમાં આ ષડયંત્રની શરૂઆત સ્કૂલમાં એક વાતચીતથી થઈ હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ પ્રમાણે છાત્રાએ પોતાના મિત્ર સામે દાદીના બેંક ખાતાનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદમાં સ્કૂલના એક છાત્રના મોટા ભાઈ સુધી પહોંચી ગયો. ત્યારબાદ 20 વર્ષીય સુમિત કટારિયાએ સોશિયલ મીડિયા પર સગીરા સાથે મિત્રતા કરી તેની કેટલીક તસવીર હાસિલ કરી લીધી. ત્યારબાદ તેને મોર્ફ કરી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બાદમાં આ ગેંગના લોકોએ છોકરીનો ફોન નંબર પણ મેળવી લીધો અને ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

છ લોકોની ધરપકડ કરવામાં આવી
રિપોર્ટ અનુસાર, પરિસ્થિતિ ત્યારે બગડી જ્યારે ખાતામાં પૈસા પૂરા થયા પછી, ગેંગનો એક સભ્ય નવીન કુમાર વિદ્યાર્થિનીના ટ્યુશન ક્લાસમાં પહોંચ્યો અને તેને ધમકાવવા લાગ્યો. બાળકીના હાવભાવ જોઈને ટ્યુશન ટીચરને શંકા ગઈ. જે બાદ તેણે પરિવારને જાણ કરી હતી. પરિવારે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ડિસેમ્બર 2024માં તપાસ શરૂ થઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નવીનને મંગળવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ રિમાન્ડમાં છે.

જમીન વેચી આવ્યા હતા 80 લાખ રૂપિયા
પોલીસે અત્યાર સુધી 36 લાખ રૂપિયા રિકવર કર્યાં છે અને બાકીના પૈસા શોધવામાં આવી રહ્યાં છે. પોલીસ પ્રવક્તા સંદીપ પ્રમાણે મુખ્ય આરોપી સુમિત કટારિયા અને તેના સાથીઓની ઓળખ કરી લેવામાં આવી છે. છોકરીના પિતા દિલ્હીમાં કામ કરે છે, જ્યારે તેના 75 વર્ષીય દાદીના ખાતામાં 80 લાખ રૂપિયા જમીન વેચીને આવ્યા હતા. પોલીસે પરિવારને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news