IND vs AUS: હાર્દિક પંડ્યાએ ફટકારી 106 મીટર લાંબી સિક્સ તો રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાએ કંઈક આ રીતે કર્યું સેલિબ્રેશન
IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ઘરભેગું કર્યું છે. આ મેચમાં વિરાટ અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ 106 મીટર લાંબી સિક્સ ફટકારી હતી, જે બાદ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાનું રિએક્શન પણ જોવા જેવું હતું.
Trending Photos
IND vs AUS : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વિસ્ફોટક ઇનિંગ્સે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ 106 મીટર લાંબી સિક્સ ફટકારી જેને જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો નાચી ઉઠ્યા. આ સિક્સ બાદ વિરાટ કોહલી, કોચ ગૌતમ ગંભીર સહિત સમગ્ર ભારતીય ડ્રેસિંગ રૂમે સેલિબ્રેશન કર્યું હતું. રસપ્રદ વાત એ હતી કે સ્ટેન્ડ પર બેઠેલી જાસ્મીન વાલિયા, જે હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે, તે આ સિક્સ પર ખુશીથી ઝુમી ઉઠી હતી.
ભારતને 265 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીએ 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે મેચ ખૂબ જ રોમાંચક તબક્કામાં હતી. આ પછી હાર્દિક પંડ્યાએ 24 બોલમાં 28 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 1 ફોર અને 3 ગગનચુંબી સિક્સ સામેલ હતી.
Queen Jasmin Walia reaction after Hardik pandya's monstrous Six 🔥 pic.twitter.com/LoMycfu38j
— Nenu (@Nenu_yedavani) March 4, 2025
હાર્દિક પંડ્યાની 106 મીટર લાંબી સિક્સ
45મી ઓવરમાં ચાર ડોટ બોલ બાદ હાર્દિક પંડ્યાએ પાંચમા બોલ પર 106 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. આ છગ્ગો એટલો શાનદાર હતો કે આખું સ્ટેડિયમ ખુશીથી ઝુમી ઉઠ્યું હતું. આ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલી જાસ્મીન વાલિયાનું રિએક્શન પણ જોવા જેવું હતું.
ભારતીય ટીમે 11 બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે ?
હવે ફાઈનલ મેચ પાકિસ્તાનમાં નહીં પરંતુ 9 માર્ચે દુબઈમાં રમાશે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલ બાદ ભારતનો પ્રતિસ્પર્ધી મળી જશે. ભારતની આ જીતે ફરી એકવાર બતાવ્યું કે ટીમ ઈન્ડિયા મોટી મેચોમાં કોઈથી ઓછી નથી. વિરાટ કોહલીની ક્લાસિક બેટિંગ અને હાર્દિક પંડ્યાની જોરદાર સિક્સરો ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં લઈ ગઈ હતી. હવે ચાહકો 9 માર્ચે રમાનારી ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે