'બિગ બોસ'માં થઈ લેસ્બિયન કપલની એન્ટ્રી, આ રીતે થઈ હતી બન્નેની મુલાકાત
Bigg Boss 7 Malayalam: 'બિગ બોસ 19' પહેલા 'બિગ બોસ મલયાલમ 7' ચર્ચામાં આવ્યું છે. આ શોને મોહનલાલ હોસ્ટ કરી રહ્યા છે અને તેમાં એક લેસ્બિયન કપલની એન્ટ્રી થઈ છે.
Trending Photos
Bigg Boss 7 Malayalam: 'બિગ બોસ 19' શરૂ થાય તે પહેલાં 'બિગ બોસ મલયાલમ સીઝન 7' શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં, તે ચર્ચામાં પણ આવી ગયું છે. કારણ કે આ વખતે શોમાં એક લેસ્બિયન કપલ - આદિલા નસરીન અને ફાતિમા નૂરાને એન્ટ્રી આપવામાં આવી છે. તેમણે કેરળ હાઈકોર્ટમાં કેસ લડ્યો અને સાથે રહેવાનો અધિકાર જીત્યો હતો અને લગ્ન કર્યા હતા.
કેવી રીતે થઈ હતી બન્નેની મુલાકાત?
આદિલા અને ફાતિમાની મુલાકાત સાઉદી અરેબિયામાં અભ્યાસ કરતી વખતે થઈ હતી. મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ, પરંતુ પરિવાર અને સમાજે તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો. લાચાર થઈને બન્નેએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને કેસ જીતી ગયેલ. આ પછી બન્નેએ એક ફોટોશૂટ કરાવ્યું જે સોશિયલ મીડિયા પર આ કપલ વાયરલ થયું હતું.
શોમાં આવ્યો ટ્વિસ્ટ
હવે બન્ને બિગ બોસના ઘરમાં એક સાથે કન્ટેસ્ટેન્ટ બનીને આવ્યા છે. શોના પહેલા અઠવાડિયામાં ઓપન નોમિનેશન અને સ્પોટ એલિમિનેશન જેવા ટ્વિસ્ટ આવ્યા છે, જેના કારણે સીઝનની શરૂઆત ખૂબ જ રસપ્રદ બની છે. આદિલા અને ફાતિમાની એન્ટ્રી ફક્ત મનોરંજનનો ભાગ નથી, પરંતુ તે એક સંદેશ પણ આપે છે કે પ્રેમ કોઈપણ પ્રતિબંધોમાં માનતો નથી.
આ જિલ્લો આઝાદીના 5 વર્ષ પહેલા જ થઈ ગયો હતો 'સ્વતંત્ર', અહીંથી ભાગવા પર મજબૂર થયા અંગ્રેજો; જાણો કેમ?
ક્યારે શરૂ થશે 'બિગ બોસ 19'?
'બિગ બોસ 19' 24 ઓગસ્ટથી શરૂ થશે. સલમાન ખાનના રિયાલિટી શોનું ટ્રેલર આવી ગયું છે. આ વખતે શો પર ઘરના સભ્યોનું રાજ રહેશે. ડ્રામા તો હશે જ, પરંતુ ડેમોક્રેસી પણ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે