Banned Movie: બોલ્ડ કંટેંટના કારણે ફિલ્મ પર મુકાયો હતો પ્રતિબંધ, હવે આ ઓટીટી પ્લેટફોર્મ પર થઈ રિલીઝ
Banned Movie Released on OTT: એક એવી ફિલ્મ જેમાં એક્ટર્સ વચ્ચે રિયલ સેક્સ સીન દેખાડવામાં આવ્યા હતા, જે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો તે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આજે તમને આ વિવાદાસ્પદ ફિલ્મ વિશે જણાવીએ.
Trending Photos
Banned Movie Released on OTT: ઓટીટી પ્લટફોર્મ પર બોલ્ડ કંટેંટને લઈને કોઈ આપત્તિ નથી તેથી અહીંયા એવી ફિલ્મો પણ દેખાડવામાં આવે છે જેને થિયેટરમાં બૈન કરી દેવામાં આવી હોય. આવી જ એક ફિલ્મ વિશે આજે તમને જણાવીએ.સેન્સર બોર્ડ જે વસ્તુઓ પર કાતર ફેરવી દે છે તે વસ્તુઓને પણ ઓટીટી પ્લેટફોર્મ પર બિંદાસ દેખાડવામાં આવે છે. અહીંયા જે ફિલ્મની વાત થઈ રહી છે તેને પણ બોલ્ડ કંટેંટના કારણે બૈન કરવામાં આવી પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોવા માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
જે ફિલ્મ સિનેમાઘરોમાં દેખાડવા માટે બોલ્ડ લાગી હતી તેને હવે ઘર બેઠા મોબાઈલમાં જોઈ શકે છે. આ ફિલ્મ 2010 માં બની હતી. ફિલ્મનું નિર્દેશન કૌશિક મુખર્જીએ કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરીમાં રિયલ સેક્સ સીન શૂટ કરવામાં આવ્યા હતા.
મુખર્જીની ફિલ્મોને લોકો એટલે પસંદ કરતા નથી કે તેમાં અત્યંત બોલ્ડ સીન દેખાડવામાં આવે છે. ઘણીવાર તો ફિલ્મમાં તેની જરૂર પણ નથી હોતી. જે ફિલ્મની વાત અહીં થઈ રહી છે તે ફિલ્મ છે Gandu. થિયેટરમાં રિલીઝ પર રોક લાગ્યા બાદ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી.
શું છે ફિલ્મની સ્ટોરી ?
ફિલ્મ એક યુવા રેપરની સ્ટોરી છે જે પોતાની માં ના પ્રેમી પાસેથી પૈસા ચોરી કરી ડ્રગ્સ ખરીદે છે. તે મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મમાં એક્ટરની માં અને તેના પ્રેમી વચ્ચે ઘણા સેક્સ સીન દર્શાવવામાં આવ્યા છે.
આ ફિલ્મ સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પણ છે. કારણ કે ફિલ્મના ડાયરેક્ટરે પોતે એક સમયે કહેલું કે ફિલ્મમાં એક્ટર્સ વચ્ચે રિયલ સેક્સ સીન દેખાડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે