એક મધમાખી બની મોતનું કારણ? પોલો રમતી વખતે કરિશ્માના Ex પતિને કેવી રીતે આવ્યો હાર્ટએટેક, જાણો આ માહિતી

Sunjay Kapoor Death Reason: બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ સંજય કપૂરનું અચાનક 12 જૂનના રોજ નિધન થયું. એવું કહેવાય છે કે પોલો રમતી વખતે હાર્ટએટેક આવવાથી નિધન થયું. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમના મોત સાથે મધુમાખીનું કનેક્શન છે. 

એક મધમાખી બની મોતનું કારણ? પોલો રમતી વખતે કરિશ્માના Ex પતિને કેવી રીતે આવ્યો હાર્ટએટેક, જાણો આ માહિતી

બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું 53 વર્ષની વયે નિધન થયું. ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા નહીં. હવે એવા ખબર આવી રહ્યા છે કે પોલો રમતી વખતે સંજય કપૂર મધમાખી ગળી ગયા હતા અને ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો. આ વાતની જાણકારી તેમના એક નીકટની વ્યક્તિએ આપી છે. 

મધુમાખી ગળી ગયા?
બિઝનેસ કન્સલ્ટન્ટ સુહેલ શેઠ અને સંજય કપૂરની નીકટની વ્યક્તિએ એએનઆઈ સાથે વાતચીત કરી અને સંજય કપૂરના નિધનની પુષ્ટિ કરી. સુહેલ શેઠે કહ્યું કે પોલો રમતી વખતે સંજય ભૂલથી એક મધમાખી ગળી ગયા હતા. ત્યારબાદ તેમને પરેશાની થઈ. સંજયના નિધન સમયે તેમની પત્ની પ્રિયા સચદેવ તેમની સાથે હતી. સુહેલ શેઠે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું કે સંજય કપૂરના મોતનું ઊંડુ દુખ છે. આજે સવારે ઈંગ્લેન્ડમાં તેમનું નિધન થયું. તેમના પરિવાર માટે મારી ઊંડી સંવેદના છે. 

અત્રે જણાવવાનું કે સંજય કપૂરે હાલમાં જ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના નોર્ધન રિજનના ચેરમેનનું પદ સંભાળ્યું હતું. પોલો સંજય કપૂરનું સૌથી મોટું ઝૂનૂન હતું. સંજય કપૂરે ઊદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ બનાવી હતી. 

2003માં કરિશ્મા સાથે લગ્ન
સંજય કપૂરના વર્ષ 2003માં બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ વર્ષ 2016માં અલગ થઈ ગયા. કરિશ્મા અને સંજયના બે બાળકો છે ડિવોર્સ બાદ બંનેએ મળીને બાળકોનો ઉછેર કર્યો હતો. ત્યારબાદ સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. વર્ષ 2018માં સંજય અને પ્રિયાને પણ એક પુત્ર થયો. જેનું નામ અજૈરિયસ છે. પ્રિયાને પણ અગાઉના લગ્નથી એક પુત્રી છે. અત્રે જણાવવાનું કે સંજય ઔરસ પોલો ટીમના સંરક્ષક હતા અને તેમને પોલો રમવાનું ખુબ ઝૂનૂન હતું.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news