પહેલગામ નરસંહારના 14 દિવસ બાદ આમિર ખાનનો વધુ એક મોટો નિર્ણય, દાવ પર લાગી 10 લોકોની કિસ્મત
Aamir Khan Biggest Decision: આમિર ખાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલગામ આતંકી હુમલા બાદ અભિનેતાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. જે બાદ આમિર ખાને બીજી એક મોટી જાહેરાત કરી છે. પરંતુ આ નિર્ણય પછી ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.
Trending Photos
Aamir Khan Biggest Decision: પહેલગામ આતંકી હુમલા બાદ આમિર ખાને તેની મચઅવેડેટ ફિલ્મ 'સિતારે જમીન પર'ને લઈને મોટો નિર્ણય લીધો હતો. અભિનેતાએ આ ફિલ્મના ટ્રેલરની લોન્ચ તારીખ મુલતવી રાખી હતી. પરંતુ હવે આ નરસંહાર બાદ આમિર ખાને આ ફિલ્મને લગતો બીજો નિર્ણય લીધો છે. આ વખતે સમાચાર જાણ્યા પછી ફેન્સ નિરાશ નહીં પણ ખુશ થઈ જશે.
નવું પોસ્ટર રિલીઝ
આમિર ખાને તેની ફિલ્મ 'સિતારે જમીન પર'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં આમિર ખાન બાસ્કેટબોલ કોચના લુકમાં જોવા મળી રહ્યો છે. જો કે, પોસ્ટર જોઈને એવું લાગે છે કે આ વખતે ભલે આમિર ખાનનો સ્ટ્રીમ ચેન્જને લઈ તે ફક્ત ટીચર બનીને બાળકોની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.
આ ફિલ્મ 20 જૂને થશે રિલીઝ
આ પોસ્ટર સાથે જ આમિર ખાને સિતારા જમીન પર ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. જે 20 જૂન છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ સાથે 1-2 નહીં પરંતુ 10 કલાકારો એકસાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. જેમના નામ છે આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સમવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશિષ પેંડસે, ઋષિ સાહની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર.
ફેન્સમાં ફિલ્મને લઈ ઉત્સાહ
આ એલાનથી ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. એક ફેન્સે કોમેન્ટ કરીને લખ્યું કે, '1000 કરોડ લોડિંગ સર, ઇન્શાઅલ્લાહ.' બીજા એક ફેન્સે લખ્યું કે, 'અમે લોકો તૈયાર છીએ.' તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સાથે આમિર ખાન લાંબા સમય પછી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. તે એ જ વ્યક્તિ છે જેણે 'શુભ મંગલ સાવધાન'નું નિર્દેશન કર્યું હતું. આ પહેલા આવેલી ફિલ્મ 'તારે જમીન પર'નું બજેટ 12 કરોડ રૂપિયા હતું. પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર 98.48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે