શ્રદ્ધા કપૂરે કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં આપી હાજરી, પાણીપુરીની મજા માણી
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અમદાવાદમાં એક લગ્ન રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી પણ જોવા મળ્યો હતો. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Trending Photos
અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અમદાવાદમાં તેના એક મિત્રના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેની સાથે કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી પણ જોવા મળ્યો હતો. આ તસવીરો શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી આ દરમિયાન ગોલ્ડન કલરના શરારા આઉટફિટમાં જોવા મળી હતી. થોડા સમય પહેલા શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીના બ્રેકઅપના સમાચાર પણ વહેતા થયા હતા, પરંતુ ફરી બંને સાથે જોવા મળ્યા છે.
લગ્ન સમારોહમાં આપી હાજરી
અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી અમદાવાદમાં એક લગ્ન રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા. અહીં બંનેએ કપલ સાથે તસવીરો લીધી હતી. બોલીવુડ અભિનેત્રીએ આ દરમિયાન પાણીપુરીની પણ મજા માણી હતી. જેની તસવીર પણ શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મહત્વનું છે કે રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂર રિલેશનમાં હોવાની ચર્ચાઓ અનેકવાર થઈ રહી છે.
બંને ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતા દેખાયા
અમદાવાદમાં લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી સાથે ફ્લાઇટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેએ ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કર્યું હતું. બંને ફ્લાઇટમાં બેઠા-બેઠા મોબાઇલ જોઈ રહ્યાં છે તેની તસવીરો પણ વાયરલ થઈ છે. તેવામાં બંનેના રિલેશનશિપની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ બંનેએ ક્યારેય પુષ્ટિ કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે