લગ્ન કરી રહી છે શ્રીલીલા ? કાર્તિક આર્યન સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે અભિનેત્રીના હલ્દીના ફોટા વાયરલ

Sreeleela Haldi Pics : શ્રીલીલા અને કાર્તિક આર્યનની ડેટિંગની અફવાઓ ફેલાઈ રહી છે. આ બધા વચ્ચે અભિનેત્રીના હલ્દી સમારોહના ફોટા વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ ફોટા પાછળની હકીકત શું છે, શું ખરેખર શ્રીલીલા લગ્ન કરી રહી છે કે કેમ ? તેના વિશે આ લેખમાં જાણીશું. 
 

લગ્ન કરી રહી છે શ્રીલીલા ? કાર્તિક આર્યન સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે અભિનેત્રીના હલ્દીના ફોટા વાયરલ

Sreeleela Haldi Pics : સાઉથ અભિનેત્રી શ્રીલીલા હાલમાં ચાર્ચામાં છે. અભિનેત્રીની બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સાથેની અફેરની અફવાઓ ચાલી રહી છે. આ જોડી આશિકી-3માં સાથે જોવા મળશે. આ બધા વચ્ચે શ્રીલીલાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી ગુપચુપ લગ્ન કરી રહી છે.

દુલ્હનના પોશાકમાં જોવા મળી શ્રીલીલા 

શ્રીલીલાએ ઇન્સ્ટા સ્ટોરી પર તેના કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં, અભિનેત્રી એક ખાસ ફંક્શનમાં જોવા મળી રહી છે. અભિનેત્રી પેસ્ટલ બ્લુ અને ક્રીમ સાડીમાં દુલ્હન જેવો પોશાક પહેરેલી જોવા મળે છે. તેણે માંગ ટીકા અને કુમકુમ તિલક લગાવ્યું છે. પરંપરાગત પોશાકમાં શ્રીલીલા ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્રીલીલાની હલ્દીની તસવીરો વાયરલ 

બીજી તરફ શ્રીલીલાની બીજી તસવીરે વધુ ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં તે પિન્ક સૂટમાં ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે પરિવારના વડીલો પ્રેમથી તેના ચહેરા પર હળદર લગાવતા જોવા મળી રહ્યા છે. હળદર, કુમકુમ અને પાનના પત્તોથી શણગારેલી થાળીએ લગ્નની વિધિ જેવો માહોલ બનાવી દીધો.

sreeleela_zee.jpg

શું શ્રીલીલા લગ્ન કરી રહી છે ?

આ તસવીરો જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી ગુપચુપ લગ્ન કરી રહી છે. જો કે, એક યુઝરે કમેન્ટ કરી કે, "આ તેનો 'સ્ટાર બર્થ ડે' છે. આ લગ્નને બદલે સાંસ્કૃતિક કાર્યક્રમ હોઈ શકે છે. બીજાએ પૂછ્યું, "પણ તેની માંગમાં સિંદૂર કેમ છે... અપરિણીત સ્ત્રીઓ તેને રાખતી નથી. પરંતુ કેટલાક લોકો સગાઈ અથવા રોકા દરમિયાન આવું કરે છે." ત્રીજા યુઝરે લખ્યું કે, "સાઉથ ઈન્ડિયનોમાં સિંદૂરનો આવો કન્સેપ્ટ નથી. અપરિણીત મહિલાઓ વિદાઈ દરમિયાન પણ કુમકુમ લગાવે છે."

શ્રીલીલા અને કાર્તિક આર્યનની ડેટિંગની અફવાઓ

તમને જણાવી દઈએ કે શ્રીલીલાનું નામ અભિનેતા કાર્તિક આર્યન સાથે જોડવામાં આવી રહ્યું છે. તેમણે તાજેતરમાં જ તેમની નવી ફિલ્મ માટે એક મોટું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. કાર્તિકે તાજેતરમાં જ તેની સાથે એક મિરર સેલ્ફી શેર કરી અને લખ્યું, "લાંબુ પણ ખૂબ જ સંતોષકારક શેડ્યૂલ રેપ #Diwali2025." જોકે ફિલ્મનું સત્તાવાર નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, ઘણા લોકો માને છે કે તે અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત 'આશિકી 3' હોઈ શકે છે. ફિલ્મમાં કાર્તિકનો દમદાર લૂક હોવાની આશા છે, જેનાથી ચાહકો એક્સાઈટેડ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news