Trending On OTT: 6 એપિસોડની આ ફાડૂ વેબ સીરીઝે 3 દિવસમાં ઈતિહાસ રચ્યો, ઓટીટી પર ટ્રેંડ કરે છે નંબર 1
Trending Series On OTT: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 6 એપિસોડની આ વેબ સીરીઝ ધૂમ મચાવી રહી છે. જો તમે થ્રીલર કંન્ટેંટ જોવાના શોખીન છો તો તમે ઓટીટી પર આ સીરીઝ જોવાનું ચુકતા નથી.
Trending Photos
Trending Series On OTT: દર અઠવાડિયે ઓટીટી પ્લેટફોર્મ પર નવી નવી વેબ સીરીઝ રિલીઝ થતી હોય છે. તેમાંથી કેટલીક એવી હોય છે જે લોકોને બાંધી રાખે છે. આવી જ એક વેબ સીરીઝ ગત સપ્તાહમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે જેનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ પર દરેક ઉંમરના દર્શકોને અનુરૂપ કન્ટેન્ટ મળી જાય છે. અલગ અલગ પ્રકારના કન્ટેન્ટમાં સૌથી વધુ થ્રિલર અને સર્વાઈવલ સ્ટોરીઓ પોપ્યુલર થતી હોય છે. આવા જ જોનરની નવી વેબ સિરીઝ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે અને નંબર વન પર ટ્રેન્ડ કરવા લાગી છે.
નેટફ્લિક્સ પર 27 જૂન એ સાઉથ કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમની ત્રીજી અને છેલ્લી સીઝન સ્ટ્રીમ થઈ હતી. આ એક સર્વાઈવલ થ્રીલર સીરીઝ છે જેમાં લોકો ખતરનાક ગેમ રમે છે અને ગેમ હારે તો પોતાનો જીવ ગુમાવે છે. સ્ક્વિડ ગેમને પહેલી સિઝનથી જ લોકોએ ખૂબ પસંદ કરી છે અને તેની નવી સિઝન પણ લોકોને ખૂબ જ ગમી રહી છે. સ્ક્વિડ ગેમ સીઝન 3 રિલીઝ થયાના થોડા જ દિવસોમાં આ વેબ સીરીઝ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરવા લાગી છે. ત્રીજી સિઝનની સાથે સીરીઝની પહેલી બે સિઝન પણ ટ્રેન્ડમાં આવી ગઈ છે.
એક રિપોર્ટ અનુસાર સ્ક્વિડ ગેમની ત્રીજી સીઝન નેટફ્લિક્સના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી લોન્ચ છે. 27 જુને ત્રીજી સિઝનના એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવ્યા અને ત્રણ જ દિવસમાં 60 મિલિયનથી વધારે વ્યુ આ વેબ સિરીઝને મળ્યા. સ્ક્વિડ ગેમની બીજી સીઝન ગયા વર્ષે ડિસેમ્બરમાં આવી હતી. બીજી સિઝનને 4 દિવસે 68 મિલિયન વ્યુ મળ્યા હતા જેનો રેકોર્ડ ત્રીજી સીઝને તોડી નાખ્યો છે.
આ વેબ સીરીઝ ઓટીટીની દુનિયાની સૌથી મોટી અને સફળ વેબ સિરીઝ બની ગઈ છે. આ વેબ સીરીઝ થ્રીલ, ઈમોશન સાથે મનમાં ડર પણ ઉભો કરે છે. વેબ સીરીઝનો દરેક સીન દર્શકોને બાંધી રાખે છે. વેબ સિરીઝના દરેક એપિસોડમાં એવું કંઈક નવું હોય છે જેને જોઈને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. દર્શકોમાં છેલ્લે શું થશે તેને જાણવાની ઉત્સુકતા રહે છે.
સ્ક્વિડ ગેમની આ સીઝનને પણ હ્વાંગ ડોંગ હ્યુક એ ડાયરેક્ટ કરી છે. આ વખતે આ સીરીઝમાં કેટલાક નવા કલાકારો પણ જોવા મળે છે. જેમાં વેબ સિરીઝનો મુખ્ય હીરો ખતરનાક ખેલમાં જીવ બચાવવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે. આ વેબ સિરીઝની આખી સીઝન રોમાંચ, ઈમોશન અને સસ્પેન્સથી ભરપૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે