MS યુનિવર્સિટીની 16 મેસમાંથી 14 બંધ, 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે તકલીફ
Vadodara News: પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીમાં રહેતાં વિદ્યાર્થીઓ આ દિવસોમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. યુનિવર્સિટીમાં મેસ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે.
Trending Photos
વડોદરાઃ ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી...જ્યાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે...પણ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે....યુનિવર્સિટીની અણઆવડતને કારણે વિદ્યાર્થીઓના પૈસાનો અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે...ત્યારે શું છે વિદ્યાર્થીઓની સમસ્યા?...જુઓ આ અહેવાલમાં....
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી, જ્યાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા આવે છે. પરંતુ આજે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુનિવર્સિટીની 16 મેસમાંથી 14 બંધ પડી છે, જેના કારણે 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
યુનિવર્સિટીની 16 મેસમાંથી 14 બંધ પડી છે
4 હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે તકલીફ
મેસ બંધ થવાથી વિદ્યાર્થીઓનો સમય અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. યુનિવર્સિટીના વહીવટી સંચાલનની નિષ્ફળતા અને યોગ્ય કોન્ટ્રાક્ટરની નિમણૂક ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો આ મુદ્દે ગંભીરતા દાખવતા નથી.
વિદ્યાર્થીઓની માંગ છે કે યુનિવર્સિટી તાત્કાલિક પગલાં લઈ મેસ ફરી શરૂ કરે. આ સમસ્યા ઉકેલાય નહીં તો વિદ્યાર્થીઓની નારાજગી વધુ તીવ્ર બની શકે છે. શું એમ.એસ. યુનિવર્સિટીનું વહીવટી તંત્ર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેશે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે