અમદાવાદમાં VHP ની શોભાયાત્રામાં મોટો હંગામો, લવ જેહાદના પોસ્ટર હટાવાતા કાર્યકર્તાઓએ કર્યું ચક્કાજામ

VHP Protest In Ahmedabad : અમદાવાદના નિકોલમાં પોલીસ અને VHPના કાર્યકર્તા વચ્ચે રકઝક...રામનવમીની શોભાયાત્રામાં લવજેહાદનો ટેબ્લો પોલીસે હટાવતા VHP કાર્યકરો કર્યો ચક્કાજામ...રોડ પર ચક્કાજામ કરીને પોલીસનો કર્યો વિરોધ

અમદાવાદમાં VHP ની શોભાયાત્રામાં મોટો હંગામો, લવ જેહાદના પોસ્ટર હટાવાતા કાર્યકર્તાઓએ કર્યું ચક્કાજામ

Ahmedabad News : અમદાવાદના નિકોલમાં આજે રામનવમીના પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રદર્શન કરાયું હતું. પોલીસે યાત્રા રોકતા VHP કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શુકન ચાર રસ્તા નજીક ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે યાત્રા રોકીને લવજેહાદનો ટેબ્લો હટાવતા વિવાદ વકર્યો હતો. 

નિકોલમાં રામ નવમી યાત્રા દરમિયાન વિવાદ થયો હતો. પોલીસે શુકન ચાર રસ્તા ખાતે યાત્રાને અટકાવી હતી. યાત્રા અટકાવતાં જ VHPએ વિરોધ કર્યો હતો. તમામ કાર્યકરોએ યાત્રા અટકાવી, રસ્તા પર બેસીને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસે લવ જેહાદનો ટેબલ રાખવાની ના પાડી, તેના પર વિવાદ વકર્યો હતો. 

આ પ્રદર્શન વિવિધ સંદેશાઓ સાથે કરવામાં આવી હતી, જેમાંથી એક લવ જેહાદ પણ એક મુદ્દો હતો. વિહીપ દ્વારા રજૂ કરાયેલા લવ જેહાદનો ટેબ્લો વાતાવરણમાં તંગદીલી સર્જે તેવું હતું. જેથી પોલીસે ટેબ્લો હટાવી દીધો હતો. ત્યારે ગુસ્સે થયેલા વિહીપના કાર્યકર્તાઓએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ટેબ્લો પરત નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે. જેથી પોલીસે ટેબ્લો ન આપવાનું જણાવ્યું હતું. 

વિહીપની યાત્રા સવારે 9:30 વાગ્યે નીકળી, 10:30 સુધીમાં શુકન ચાર રસ્તા પર પહોંચી, ત્યાર સુધી ચક્કાજામ ચાલુ રહ્યો હતો. વિહીપના કાર્યકર્તાઓ પોતાની માંગ પર અડગ રહ્યા હતા. પોલીસ અને કાર્યકરો વચ્ચે વાટાઘાટો ચાલી હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ટાયરો પણ સળગાવ્યા હતા. નિકોલના શુકન ચાર રસ્તા ખાતે VHPનો વિરોધ ચાલુ રાખ્યો હતો. 

VHP workers block roads in Ahmedabad following dispute over Love Jihad theme in Shobha Yatra

ટ્રાફિક જામના કારણે નિકોલ વિસ્તારમાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતા. 100 થી 500 મીટરનું અંતર કાપવા માટે વાહનચાલકોએ 2-3 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. ટુ વ્હીલર, ફોર વ્હીલર અને એમટીએસ બસ સહિતના વાહનોના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વાહનોના ચાલકોએ પોલીસ અને વીએચપી બંનેને નિવેદનો આપ્યા હતા કે, બંનેની માંગ પોતાની જગ્યાએ યોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news