ગુજરાતના આ ફેમસ બીચ પર ત્રણ મહિના બંધ રહેશે તમામ એક્ટિવિટીઝ, જાણીને પ્રવાસ પ્લાનિંગ કરજો

Shivrajpur Beach Close : શિવરાજપુર જતા સહેલાણીઓ માટે મોટા સમાચાર... દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી રહેશે બંધ... આગામી ત્રણ મહિના સુધી એક્ટિવિટી બંધ રહેશે... દરિયામાં કરંટ અને ચોમાસાના આગમનનો સમય થતા નિર્ણય

ગુજરાતના આ ફેમસ બીચ પર ત્રણ મહિના બંધ રહેશે તમામ એક્ટિવિટીઝ, જાણીને પ્રવાસ પ્લાનિંગ કરજો

Dwarka News : દ્વારકા ફરવા જતા સહેલાણીઓ માટે અપડેટ આવ્યા છે. દરિયામાં કરંટ જોવા મળતા અને આગામી ચોમાસાની સીઝનને લીધે શિવરાજપુર બીચ પર તમામ વોટર સ્પોર્ટસ એક્ટીવિટી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી છે.

દ્વારકા દર્શન કરવા જતા મુસાફરો અચૂક શિવરાજપુર બીચની મુલાકાત લેતા હોય છે. આ બીચ આખા દેશમાં બ્લ્યૂ ફ્લેગ બીચ તરીકે પ્રખ્યાત છે. અહી મોટી સંખ્યામાાં વોટર સ્પોર્ટસ એક્ટિવિટીઝ થતી હોય છે. પરંતું હવે જો તમે શિવરાજપુર બીચ પર જઈને આ એક્ટિવિટી કરવા માંગતા હોય તો પ્લાન કરવાનું માંડી વાળજો. કારણ કે, શિવરાજપુર બીચ પર નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

આપને જણાવીએ કે, શિવરાજપુર બીચ ખાતે આગામી 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી નાહવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં બહારથી આવતા ટુરિસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્રણ મહિના નાહવાની તમામ એક્ટિવિટી બંધ રહેશે. તેમજ શિવરાજપુર બીચ પર મોન્સૂન સિઝનના કારણે દરિયો તોફાની હોવાથી નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

શિવરાજપુર બીચના 5 કિમિ વિસ્તારમાં ન્હાવા, સ્વિમિંગ કરવા પર ત્રણ મહિના સુધી યાત્રિકો માટે નાહવાની પણ મનાઈ રહેશે. તથા અધિકારી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતાં પી.એસ.આઈ. અથવા ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી ભારતના ફોજદારી અધિનિયમ 1860ની ક્લમ 188 અન્વયે કાનુની કાર્યવાહી કરી શકશે.

શિવરાજપુર બીચ
દેવભૂમિ દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને વિદેશના કોઈ પણ બીચની યાદ અપાવી દે તેવો અદભૂત અને સુંદર બીચ છે. ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક છે જેને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. તે સફેદ રેતીનો બીચ છે. આ બીચ એકદમ રળિયામણો, શાંત અને કુદરતના અદભૂત સૌંદર્યનો સમન્વય ધરાવતો બીચ છે. 

શુ છે આ બ્લુ ફ્લેગ બીચ
બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે. જેમાં એવું નક્કી થાય છે કે બીચ સંપૂર્ણ રીતે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે. આ માટે કુલ 32 ક્રાઈટેરિયા હોય છે. જે પૂરા થાય પછી તેની દરખાસ્ત મૂકાય છે. જે 32 પેરામીટર હોય છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યારબાદ તે સ્થળને બ્લુ ફ્લેગની માન્યતા મળતી હોય છે. આ બીચ માટે વિઝિટિંગ અવર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના હોય છે. તેની એન્ટ્રી ફી 30 રૂપિયા છે.

અહીં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે
આ બીચ પર સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, અને આઈલેન્ડ ટુર જેવી પ્રવૃત્તિઓ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્રારકા સનસેટ પોઈન્ટ જેવા પ્રવાસન સ્થળો પણ આવેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news