કૂતરાની પુંછડી વાંકી જ રહેશે! મનસુખ વસાવાએ ભાજપના એક નેતાને આવું ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું
Gujarat Politics : નર્મદા જિલ્લાના ઉમલ્લાના વેપારી પર ભાજપના આગેવાને હુમલો કરતા રાજનીતિ ગરમાઈ.....ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા કેસને દબાવવાનો પ્રયાસ કરતા હોવાને લઈ સાંસદ પડ્યા વચ્ચે....વેપારીને ન્યાય મળે તે માટે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર..
Trending Photos
Narmada News : નર્મદાના ઉમલ્લાના વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈને મામલો ગરમાયો છે. ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા કેસને દબાવવાનો પ્રયાસ કરતા ભાજપના સાંસદ વચ્ચે પડ્યા. સાંસદ મનસુખ વસાવાએ વેપારીને ન્યાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
વિચારધારાસ BTP માંથી આવ્યા હોઈ BTP જેવી - મનસુખ વસાવા
વિવાદોમાં રહેતા ભરૂચ બેઠક પરથી લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી પ્રકાશ દેસાઇ સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઇ જનતા કા રાજ કરીને સંગઠન ચલાવે છે અને સંગઠનના જોરે લોકોને રંજાડે છે. તેમની વિચારધારાસ BTP માંથી આવ્યા હોઈ BTP જેવી છે.
માર મારનાર નેતાની ધરપકડ થઈ
ઉમલ્લાના વેપારી પર ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈને મામલો ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા કેસને દબાવવાની કોશિશ કરતા સાંસદ વચ્ચે પડ્યા હતા અને રોષે ભરાયા હતા. જેથી સાંસદ મનસુખ વસાવા એ વેપારી ને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતા લઈ તરત એક્શન લીધા અને ડ્રાંઇવર ની ધરપકડ કરતાં સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો. સાંસદના પત્રની અસર થતા મુખ્યમંત્રીના હુકમથી વેપારીને મારનારની તાત્કાલિક ધરપકડ થઈ હતી.
ભરૂચ જિલ્લાના ઉમલ્લામાં ઈલેક્ટ્રિકના વેપારી પર ઝગડિયાના ભાજપના નેતા પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ભાજપ સાથે જોડાયેલ વેપારીઓને ભાજપના જ લોકો માર મારે એ ખોટું છે. ‘હું કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લઉં....’ તેમ સાંસદે જણાવ્યું હતું. આ બન્ને નેતાઓ ધારાસભ્ય રિતેશ વસાવા અને કાર્યકર પ્રકાશ દેસાઈ BTP માંથી આવ્યા હોય એ વિચારધારાથી ચાલે છે. જો ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું. પણ કૂતરાની પુંછડીની જેમ વાંકી તે વાંકી જ રહેશે.
સાંસદે એમની લુખ્ખા તત્વોની બનેલી ટીમનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, ‘જનતા કા રાજ ટીમ 81’ ની બાઈક ટીમનું ન્યૂસન્સ થઈ ગયું છે. આ ટીમ લોકોને દબાવવાનું, રંજાળવાનું, ધમાલ કરવાનું કૃત્ય કરે છે. આવા ગ્રુપો બંધ થવા જોઈએ. બીટીપીમાંથી ભાજપમાં આવેલા આ બન્ને નેતાઓ પોતાના ખોટા કામો કરાવવા બીટીપીવાળી કરી લોકોને રંજાડે છે. ભૂતકાળમાં માફિયાગિરી, ધાક ધમકીના જે કામો કરતાં હતા તે ભાજપામાં આવી ફરીથી કરી રહ્યા છે તે ભાજપામાં ચલાવી નહીં લેવાય.
ભાજપા આવ્યા છો તો ભાજપાની વિચાર સરણી સાથે રહેવાની સલાહ પણ સાંસદે આપી છે. તેમણે આગળ કહ્યું કે, આવા લોકો મોટા થશે તો મનસુખ વસાવા એમને છોડે એવા નથી. પોતાને આવા લોકોથી જીવનું જોખમ હોવાની ગંભીર વાત કરી હતી. જનતા રાજની આ ટીમ 81 નંબરની ટીમ છે. 150 લોકોની ટીમ છે. આ બધાં લોકો જૂથ બનાવીને ગેરકૃત્ય કરે છે. ભૂતકાળમાં dsp ને ફરિયાફ કરેલી અને એમની ધરપકડ પણ કરાવેલી. આમ પ્રજાને આવા લુખ્ખા લોકો રંજાડે તો હું ચલાવી લઈશ નહીં. પ્રજા હીત માટે હું આવા તત્વો સામે જાનના જોખમે લડુ છું. ડર લાગે છે પણ હું જાહેર જનતા માટે લડતો રહું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે