પાટીદારોના અસ્તિત્વની લડાઈ : ત્રણ-ચાર સંતાનો હોવા જોઈએ પર પાટીદાર સમાજ બોલ્યો

RP Patel Children Statement Controversy : એક જ સંતાન કે એકપણ સંતાન ન હોવાના ટ્રેન્ડને પાટીદાર અગ્રણી આર પી પટેલે ગણાવ્યો ખતરનાક.. સમાજના વાલીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ... નવા ટ્રેન્ડથી સમાજે અસ્તિત્વ માટે લડવું પડી તેવી સ્થિતિ ઉભી થયાનો આર પી પટેલનો દાવો

પાટીદારોના અસ્તિત્વની લડાઈ : ત્રણ-ચાર સંતાનો હોવા જોઈએ પર પાટીદાર સમાજ બોલ્યો

Patidar Samaj : પાટીદારોમાં વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ટ્રેન્ડ ઘાતક બની રહ્યો છે. આવામાં ત્રણથી ચાર બાળકો હોવા જોઈએ. જન સંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે. કચ્છ ખાતે એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આ નિવેદન આપ્યું હતું. ત્યારે તેમના આ નિવેદન પર લોકોની પ્રતિક્રીયા સામે આવી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. 

ત્રણ-ચાર બાળકો પેદા કરો 
કચ્છના નખત્રાણા ખાતે પાટીદાર વિદ્યાર્થી ભવનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જેમાં મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સદસ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાએ પાટીદાર સમાજના લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજમાં ભ્રુણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’ નો એક નવો ટ્રેન ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રન્ડ શરૂ કર્યો છે. સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે સામે સમાજ સંગઠીત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે. તેમણે કહ્યું હતું કે, આ સમસ્યા માત્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નથી પણ સમગ્ર સનાતની સમાજની છે. મોટાભાગના પરિવારો જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે ત્યારે બાકી રહેતા પરિવારો પણ ચોક્કસ આવી જશે. 

બે બાળકો તો હોવા જ જોઈએ - રાજ્ય બાળ આયોગના ચેરમેન
ઉમિયા ધામના પ્રમુખ આર.કે. પટેલના બાળકો અંગેના નિવેદન પર રાજ્ય બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગુર્જરે જણાવ્યું કે, સમાજે સમય સંજોગોને ધ્યાનમાં રાખી આ નિવેદન આપ્યું છે. હું વ્યક્તિગત રીતે પણ આ નિવેદન સાથે સહમત છું. મારું પણ માનવું છે કે બદલાયેલી સ્થિતિ અને સંજોગોને કારણે આ જરૂરી છે. ત્રણ કે ચાર બાળકોની હું વાત નથી કરતી પણ કમસે કમ બે બાળકો તો હોવા જ જોઈએ તે સાથે હું સહમત છું. 

સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું - લાલજી પટેલ  
આર.પી. પટેલના નિવેદન સામે SPG ના લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજની પેઢી વેલ-એજ્યુકેટેડ છે. એજ્યુકેટેડ હોવાથી એક બાળક કે બાળક લિમિટ કરી દેતા હોય છે. સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. બાળકો વધારવાથી સત્તાની અંદર ભાગીદારી વધુ રહે. હું આર.પી. પટેલની વાતને વખોડતો નથી. અત્યારે દીકરીઓ  ભણેલી ગણેલી હોય છે તેના કારણે એક કે બે બાળકો રાખવાની વિચારધારા હોય છે. 

વધુ બાળકોની વાત પર અસહમત - રેશમા પટેલ 
તો આર.પી. પટેલના નિવેદન પર રેશ્મા પટેલની પ્રતિક્રિયા એવી છે કે, વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે. બે કે ત્રણ બાળકો હોવા એ વાતથી હું અસહમત છું. લોકોમાં જાગૃતતા જરૂરી, વધુ બાળકો હોવા એ પરિવાર આધાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news