ગુજરાતમાં કોરોના વાયરસે વેગ પકડ્યો! આ 16 શહેર અને જિલ્લામાં સંક્રમણ ફેલાયું, શું ફરી એ મંજર જોવા મળશે?

Gujarat Corona Case: ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. મુંબઈ બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં 131 કોરોનાના કેસ નોંધાયા છે. માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. માંડ પાંચથી સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 

ગુજરાતમાં કોરોના વાયરસે વેગ પકડ્યો! આ 16 શહેર અને જિલ્લામાં સંક્રમણ ફેલાયું, શું ફરી એ મંજર જોવા મળશે?

Gujarat Corona Case: અમદાવાદ શહેરમાં કોરોના  વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોના વાયરસે વેગ પકડ્યો હોય તેમ 16 શહેર અને જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. 

રાજ્યમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.7.9 અને એક્સએફજીના કેસ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 109 હતા, જે હવે વધીને 190ને પાર થયા છે. આમ એક જ દિવસમાં ૮૧ એક્ટિવ કેસ વધ્યા છે. કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 131, રાજકોટમાં 15, જામનગરમાં 10 અને મહેસાણામાં 6 કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં અમદાવાદમાં 42 જેટલા એક્ટિવ કેસ વધ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.7.9 અને એક્સએફજીના કેસ નોંધાઈ રહ્યા છે.

બે જેટલા દર્દીઓની ઓક્સિજનના સહારે
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, અલબત્ત, માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. માંડ પાંચથી સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બે જેટલા દર્દીઓની ઓક્સિજનના સહારે સારવાર ચાલી રહી છે. અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસ રાજકોટ શહેરમાં છે, જ્યાં ૧૫ જેટલા દર્દીઓ નોંધાયા છે. 

ગુજરાતમાં કયા કેટલા નોંધાયા છે કોરોના કેસ?
જામનગર શહેરમાં ૧૦, મહેસાણામાં ૬, ગાંધીનગર શહેરમાં ૫, સુરત શહેરમાં ૫, ભાવનગર શહેરમાં ૪, કચ્છમાં ૩, ખેડા, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં બે-બે કેસ તદુપરાંત પાટણ, વલસાડ, જૂનાગઢ શહેર, આણંદ, ભરૂચમાં એક એક કોવિડ પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તબીબોનું કહેવું છે કે, માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી ગભરાવા જેવું કંઈ નથી, જોકે સાવચેતી રાખવી જરૂરી છે, ભીડભાડથી દૂર રહેવું હિતાવહ છે. 

કોરોના હવે ગુજરાતના 16 શહેર જિલ્લામાં પ્રવેશ્યો
સૂત્રો કહે છે કે, ગુજરાતમાં કોરોનાના જે કેસો જોવા મળ્યા છે તેમાં ઓમિક્રોનના સબ વેરિએન્ટ એલએફ.૭.૯ અને એક્સએફજી જોવા મળ્યા છે. હાલમાં જે પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે કેસના નમૂના જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં અમદાવાદ અને રાજકોટમાં જ કોવિડ કેસ હતા પરંતુ કોરોના હવે ગુજરાતના 16 શહેર જિલ્લામાં પ્રવેશ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news