કોણ હશે ઉમેદવાર? કડી-વિસાવદર બંને બેઠકો પર આ દાવેદારોના ટોળા ઉમટતાં પ્રભારી ચોંક્યા!
Gujarat By-Election: આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળશે. કડી-વિસાવદરમાં ઉમેદવાર પસંદ કરવા ભાજપની કવાયત ચાલું છે. ત્યારે આ વખતે બન્ને પક્ષોએ બને ત્યાં સુધી યુવાન અને નવાં ચહેરાઓની શોધ ચલાવી છે, જેથી આ પેટા ચૂંટણી રસપ્રદ બની રહે તેવી સંભાવના છે.
Trending Photos
Kadhi-Visavadar Assembly By-Election: કડી અને વિસાવદર બેઠક માટે કોને ચૂંટણી મેદાને ઉતારવા તે મુદ્દે ભાજપે કવાયત શરૂ કરી છે. બંને બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. નીરિીક્ષકોના રિપોર્ટ આધારે ઉમેદવાર પસંદ કરવા ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે.
કડી વિધાનસભા બેઠક માટે ભાજપે નિરીક્ષકો મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભાજપના દલિત નેતા-ધારાસભ્યો પોતાના માનીતાને ટિકીટ અપાવવા મથામણ કરી રહ્યાં છે. એક ગુજરાતી મહિલા સિંગરે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હતો જે જોઈને નીરિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતાં.
કડી બેઠક પર ગુજરાત કલાકાર હિતુ કનોડિયાનું નામ મોખરે છે જ્યારે વિસાવદર બેઠક પર આપમાંથી રાજીનામુ આપી કેસરિયો ખેસ ધારણ કરનારાં ભૂપત ભાયાણી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. અત્યારે તો ભાજપ કોર્ને ટિકીટ આપશે તે મામલે રાજકીય અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. જો ભાજપ આ બંને બેઠકો જીતે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યા બળ વધીને 163 થઈ જશે.
આ તરફ, વિસાવદરમાં પણ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતાં. બંને બેઠકો પર નીરીક્ષકો આવતીકાલે ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટ આધારે ઉમેદવાર પસંદ કરી હાઈકમાન્ડને નામ મોકલવામાં આવશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર મુદ્દે ચર્ચા કરાશે. દિલ્હીથી બંને બેઠકોના ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની બે વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના દાવેદારોના નામ સામે આવ્યા છે. પાટીદાર મતદારોના પ્રભુત્વ વાળી બેઠક પર પાટીદાર દાવેદારોના નામ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત સભ્ય કરશન વડોદરીયા ચૂંટણી લડવા દાવેદારી કરી છે. (તેમના પત્ની 2022 માં આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા). જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ ભરત વિરડીયા પણ દાવો કરી રહ્યા છે. ભેંસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસીયા અને ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરીયા પણ દાવેદાર કરી રહ્યા છે. ડૉ.રતિ ડોબરીયાએ પણ કોંગ્રેસના ઉમેદવાર બનવા દાવેદારી કરી છે. છેલ્લા દોઢ દાયકાથી સત્તા વિરોધી મતદાન કરતી બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.
કડી પેટા ચૂંટણી માટે આજથી કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ
કડી પેટા ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલું છે. વિધાનસભામાં કોંગ્રેસના ચાર પ્રભારીઓની ટીમ નક્કી કરાઈ છે. રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદગી કરવામા આવશે. કડીમાં ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, રઘુ દેસાઈ અને ગ્યાસુદ્દીન શેખ પ્રભારીની ટીમ પહોંચશે. જીગ્નેશ મેવાણીએ પ્રભારી તરીકેની જવાબદારી ઠૂકરાવી હતી. આ સાથે ઉત્તર ગુજરાતની કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પણ સેન્સ પ્રક્રિયા યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે