હવે સાચવજો! 16 વર્ષની છોકરીનું મોત, ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 1000એ પહોંચી
Gujarat Corona Cases : રાજ્યમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા... આ સાથે ગુજરાતમાં કુલ 980 કેસ... 32 હોસ્પિટલમાં સારવાર અર્થે 948 હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ
Trending Photos
Active Covid Cases in India: દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે અને સક્રિય કોવિડ કેસ 6 હજારને વટાવી ગયા છે. ચાર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં એક 16 વર્ષની છોકરીનું મોત થઈ ગયું છે.
દેશમાં સક્રિય કોરોનાના કેસનો આંક આરોગ્યમંત્રાલયના રિપોર્ટ અુસાર 6491 પર પહોંચી ગયો છે. કેરળમાં લગભગ બે હજાર (1957) કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કેસ 980 પર પહોંચી ગયા છે. દિલ્હીમાં પણ કોરોના કેસનો આંક 728એ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 607 સક્રિય કોરોના દર્દીઓ છે અને કર્ણાટકમાં 423 છે. છેલ્લા 24 કલાકમાં 358 નવા કોવિડ કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, કોરોનાને કારણે 65 મૃત્યુ થયા છે.
- ગુજરાતમાં 24 કલાકના અપડેટ
- કોરોનાના આજે 183 કેસ નોંધાયા
- 29 કેસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે
- 793 દર્દીઓ હોમ આઇસોલેસન
- 78 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
ગુજરાતના અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત ૧૬ વર્ષની છોકરીનું મૃત્યુ થયું છે. આ છોકરીને ૪ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને ખૂબ તાવ હતો. કોરોના ચેપની પુષ્ટિ થયા પછી, ડોક્ટરોએ તેનું લોહી પાતળું કરવા માટે કેટલાક ઇન્જેક્શન આપ્યા, પરંતુ તેને બચાવી શકાઈ નથી. ડોક્ટરોએ કહ્યું કે તે હેપેટાઇટિસથી પણ પીડિત છે.
#WATCH | Ahmedabad, Gujarat: On the death of a 16-year-old girl because of COVID-19, RMO of GMERS Medical College & Hospital, Dr Kiran Goswami, says, "There was a sixteen-year-old in our hospital who died recently. That patient was admitted to our hospital on 4 June, and our… pic.twitter.com/zKD7lLEFUl
— ANI (@ANI) June 9, 2025
બાળકીના મૃત્યુ અંગે, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના RMO ડૉ. કિરણ ગોસ્વામીએ જણાવે છે કે, "અમારી હોસ્પિટલમાં એક સોળ વર્ષની છોકરી દાખલ થઈ હતી જેનું મોત થયું છે. દર્દીને 4 જૂને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, અને અમારા ડૉક્ટરે કહ્યું કે તેને COVID-19 ના લક્ષણો છે. તેને ખૂબ જ તાવ હતો અને અમે તેનું પરીક્ષણ કરાવ્યું, અને તેના બ્લડ સેમ્પલ પણ લેવાયા હતા. બધા પરીક્ષણો કર્યા પછી, તેનો રિપોર્ટ COVID-પોઝિટિવ આવ્યો હતો. દર્દી વેન્ટિલેટર પર હતી અને તેનું ઓક્સિજનનું સ્તર ઓછું હતું. અમે તેને બચાવી શક્યા નથી. દર્દીને હેપેટાઇટિસ પણ થયો હતો."
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ચેપ વધી રહ્યો છે. બધા રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાયા છે. જો કે, આ વખતે મૃત્યુઆંક અથવા ચેપનો દર એટલો ઊંચો નથી. આ કારણે, સરકાર દ્વારા કોઈ ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. જો કે, કેરળ, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોમાં વધુ કેસ છે. આવી સ્થિતિમાં, સરકારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને બીમાર હોય તો બાળકોને શાળાએ ન મોકલવાની સલાહ આપી છે. આ સાથે, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે