કચ્છના રણમાં ભૂલો પડ્યો એન્જિનિયર, 100 લોકોએ મળીને શોધખોળ કરી તો પાંચમે દિવસે લાશ મળી
Kutch News : રાપર તાલુકાના બેલાના રણમાં ગુમ થઈ ગયેલા ઈજનેરનો પાંચમા દિવસે મૃતદેહ મળ્યો... સવા સોથી વધુ કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી હતી... બીએસએફની ટીમે શોધવા માટે ડ્રોનની પણ મદદ લીધી હતી
Trending Photos
Kutch News : નિધિરેશ રાવલ/કચ્છ : કચ્છના બોલાના રણમાંથી 5 દિવસથી ગુમ થયેલા એન્જિનિયરનો આખરે મૃતદેહ મળી આવ્યો છે. સર્વેની કામગીરી દરમિયાન રસ્તો ભૂલી જતાં ગુમ થયો હતો. ત્યારે કર્મચારીનું મોત કયા કારણથી થયું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી
વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર આવેલો છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીનો અર્નબ પાલ નામનો ઈજનેર ગુમ થયો હતો. જેના બાદ બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ગઇ 6 એપ્રિલે આ બની હતી. જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા. આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ઈજનેર અર્નબ પાલ નામના એન્જિનિયર રણમાં ભૂલો પડ્યો હતો.
અદાણી કંપની દ્વારા 50,000 હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી. આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો. આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી, જેમાં ત્રણ લોકો સવાર હતા. રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા હતા, જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહ જોઈ રહ્યો હતો.
કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા. તેઓ પાછા ફરતા હતા, ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઈજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો. પરંતુ ગાડી લાવવા ગયેલો ઈજનેર અર્નબ પાલ ગુમ થઈ ગયો હતો. શોધખોળની કામગીરી બાલાસર ખડીર પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગુમ એન્જિનિયરને શોધવા ભારે પ્રયાસો કરાયા હતા. બીએસએફના 7 વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો હતો. રાત્રે પણ ઈજનેરના મોબાઈલની લાઈટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.
પોલીસ વન વિભાગ, બીએસએફ સહિતના સવા સો કર્મચારીઓ અને અધિકારીઓ આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઈજનેરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા કામે લાગ્યા હતા. આ ઈજનેરની શોધખોળ માટે સતત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ખડીર પીઆઈ એમ.એન.દવે તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા બીએસએફ અને વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
કેવી રીતે હાથ ધર્યું ઓપરેશન
આખરે, ૧૦ એપ્રિલે સાંજે અર્બન પાલની લાશ રણના એક ભાગમાંથી મળી આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તીવ્ર ગરમી અને ડિહાઈડ્રેશનને કારણે તેમનું મૃત્યુ થયું હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે