જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રામ મોકરિયાના નજીકના સાથી ગોવિંદ પટેલે ભાજપમાં કથિત વિવાદ પર આપ્યું નિવેદન

Govind Patel reacts over internal conflicts in Bharatiya Janata Party in Rajkot: રાજકોટ ભાજપમાં કથિત વિવાદ પર પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે સૂચક નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે વધુ વાસણ ભેગા થાય તો ખખડે, ભાજપમાં મોટા નેતાઓનું સન્માન થતું હોવાનું પૂર્વ મંત્રીએ નિવેદન આપ્યું છે. ગોવિંદ પટેલ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના નજીકના સાથી છે. પરંતુ આજે તેમણે રાજકોટ ભાજપ અને રામ મોકરિયાના કથિત વિવાદ પર બોલવાનો ઈનકાર કર્યો છે.

જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રામ મોકરિયાના નજીકના સાથી ગોવિંદ પટેલે ભાજપમાં કથિત વિવાદ પર આપ્યું નિવેદન

Bharatiya Janata Party in Rajkot: રાજકારણમાં 50 વર્ષ પૂર્ણ કરવાના અવસર પર ગોવિંદ પટેલે પત્રકારો સાથે વાત કરી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મને માંગ્યા કરતા વધારે આપ્યું છે અને આજે પણ સન્માન થઈ રહ્યું છે. સાથે જ તેમણે યુવા નેતાઓને શીખ આપી કે, મે નહીં તું ની ભાવના કેળવવી જોઈએ.

પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલએ રામભાઈ મોકરિયા વિશે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે આજે મારો જન્મદિવસ છે વધુ નથી બોલવું. જાજા વાસણ ભેગા કરો તો ખખડે, આજે પણ મોટા નેતાઓનું સન્માન જડવાઈ છે. મારા જાહેર જીવનમાં રાજકારણમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે. પાર્ટીમાં પણ અનેક ચઢાવ ઉતાર જોયા છે. આજે ઘણી એવી વાતો કરવી છે કે જે પ્રેસ મીડિયામાં ક્યારેય આવી નથી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંડિત દીનદયાળના સૂત્ર મેં નહિ તું ની ભાવના સાથે જ મેં કામ કર્યું છે. પાર્ટીમાં મારી ક્યારેય અવગણના કરી નથી. મારે આજે કોઈ વિવાદાસ્પદ નિવેદનોમાં પડવું નથી. પરિવાર મોટું થાય તો વાસણો ખખડે. પાર્ટીના આગેવાન તરીકે મારી અવગણના નથી થતી. મારું સન્માન થતું જ રહે છે . યુવા નેતાઓને શિખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે જ્યારે નિરાશ થતો ત્યારે ત્યારે આત્મચિંતન કરતો. મેં નહીં તું ની ભાવના કેળવી હતી. 

રાજકારણમાં 50 વર્ષ પૂર્ણ કરતા ગોવિંદ પટેલ પત્રકારોને સંબોધન કર્યું હતું અને રામભાઈ મોકરિયા અને શહેર ભાજપના આગેવાનો વચ્ચે ચાલતા મૌન વિવાદ વચ્ચે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ગોવિંદ પટેલ પોલીસના ભ્રષ્ટાચાર અંગે લેટર બોમ્બ ફોડી રાજકીય ખડભડાટ મચાવી ચૂક્યા છે. 

રામભાઈ મોકરિયાએ બે દિવસમાં બે પોસ્ટ કરી
ઉલ્લેખનીય છે કે, સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી રામ મોકરિયા દિલ્હીમાં છે. રાજકોટના વિવાદ પર તેઓ પૂર્ણ વિરામ મૂકે છે કે સવાલો ઉભા કરે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ તો તે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિરોધીઓને જવાબ આપતા હોય તેમ લાગી રહ્યું છે. રામ મોકરિયાએ એક સુવિચાર પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ થોડો સમય ઇન્જેક્શન જેવી હોય,જે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે. આ સિવાય ગઈકાલે પણ રામ મોકરિયાએ રમેશભાઈ ઓઝાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે જ પોતાના વિશે પુસ્તકમાં લખેલું લખાણ પણ વાયરલ કર્યું હતું.  

શું છે સમગ્ર મુદ્દો?
બે અઠવાડિયા પહેલા યોજાયેલી એક બેઠકમાં સાસંદ રામભાઈ મોકરીયાએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને તતડાવ્યા હતા. ત્યારબાદ બંને જૂથોના ટકરાવમાં મોકરીયાને RMC અને ભાજપના કાર્યક્રમોમા એન્ટ્રી ન આપવાના આદેશ અંગે વાતો વહેતી થઈ હતી. પરંતુ હવે ભાજપમાં જૂથવાદનો નવો વણાંક આવ્યો છે. મોકરીયા અને શહેર પ્રમુખ બંને દ્વારા આવા આદેશ અંગે ઈનકાર કરતા વિરોધી જૂથ દાવ લઈ રહ્યાનો મુદ્દો ઉપસી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news